ગુજરાત/ રાજ્યમાં અંગદઝાડતી ગરમીમાં શ્રમિકો કરી રહ્યા છે કામ, આદેશ માત્ર કાગળ પુરતો

રાજ્યમાં અત્યારે અંગદઝાડતી ગરમીનો પ્રકોપ છે. ત્યારે આવી ગરમીમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 23T161016.407 રાજ્યમાં અંગદઝાડતી ગરમીમાં શ્રમિકો કરી રહ્યા છે કામ, આદેશ માત્ર કાગળ પુરતો

ગુજરાત : રાજ્યમાં અત્યારે અંગદઝાડતી ગરમીનો પ્રકોપ છે. ત્યારે આવી ગરમીમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે. ગરમીના કારણે એકબાજુ લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા બપોરની ગરમીમાં મજૂરોને કામ ના કરાવવાનો આદેશ અપાયો હતો. પરંતુ સરકારી કોન્ટ્રાકર જ સરકારના આદેશને ઘોળીને પી ગયા. અમદાવાદના સિવિલ કેમ્પસમાં શ્રમિકો ભરબપોરે કામ કરી રહ્યા છે. ગમે તે રીતે પોતાનું કામ પૂર્ણ કરાવવા  સિવિલ કેમ્પસમાં જ શ્રમિકો જોડે ધમધોકાર કામ લેવામાં આવી રહ્યું છે. ગરમીના દિવસોમાં અત્યારે બપોરે આપણને રસ્તા સૂમસામ જોવા મળે છે પરંતુ બાંધકામ સાઈટો પર શ્રમિકોની કામગીરી અટકી નથી. લોકોને શ્રમિકોની દયા આવતી નથી.

સરકારના આદેશની સરકારના જ લોકો અવગણના કરી રહ્યા છે. સિવિલ કેમ્પસમાં ભરબપોરે શ્રમિકો કામ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે સિવિલમાં વધુ 1200 બેડ ઉમેરવામાં આવ્યા છે. અને તે સંદર્ભે વધુ કામગીરી થઈ રહી છે. પરંતુ અત્યારે આગ ઝરતી ગરમીમાં સિવિલના સત્તાવાળા પોતાનું કામ વહેલીતકે પૂર્ણ કરવાની ધુનમાં શ્રમિકોને ઠેબે ચડાવી રહ્યા છે. સિવિલમાં નવી બિંલ્ડીંગના બાંધકામમાં બપોરે પણ મજૂરી કામ ચાલુ છે. એકબાજુ સરકાર ગરમીમાં લોકોને સ્વાસ્થ્યમાં સાવધાની રાખવાની અપીલ કરતા બપોરે બહાર ના નીકળવાની સલાહ આપે છે. તેમજ શ્રમ-રોજગાર વિભાગે પણ આ સંદર્ભે શ્રમિકોને બપોરે કામમાં રાહત આપવા સૂચના જારી કરી છે. પરંતુ અંહી તો સરકારી કોન્ટ્રાકટરો  જ આદેશનો ઉલાળીયો કર્યો છે.

અમારી ટીમ સરકારના આદેશનું પાલન થાય છે કે નહી તે મામલાની તપાસ કરવા પંહોચી. મંતવ્ય ન્યૂઝની ટીમે બાંધકામ સાઈટની મુલાકાત લીધી. ત્યારે અમારી ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. કારણ કે અમદાવાદની જેમ રાજકોટમાં પણ ગરમીમાં શ્રમિકો પાસે કામ કરાવાય છે. ટીમે જણાવ્યું કે રેલનગર વિસ્તારમાં શ્રમિકો કામ કરી રહ્યા છે. આવી ગરમીમાં જ્યાં આપણે પાપડ મૂકીએ તો શેકાઈ જાય. તેવી અંગદઝાડતી ગરમીમાં પણ આ મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. શ્રમ-રોજગાર વિભાગનો આદેશ માત્ર કાગળ પુરતો રહ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય