Not Set/ PM કહે છે કે સરકાર ખેડૂતોની સાથે છે, તો તેમણે અમારી માંગ સ્વીકારી લેવી જોઈએ

જો સરકાર આંદોલનનો અંત લાવવા ઈચ્છતું હોય તો, તેઓએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા જોઈએ.

Top Stories Gujarat
KRUSHI1 PM કહે છે કે સરકાર ખેડૂતોની સાથે છે, તો તેમણે અમારી માંગ સ્વીકારી લેવી જોઈએ

ખેડૂત આંદોલન મુદ્દે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે જે બેઠક યોજાવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે. આજે ખેડુતો અને સરકાર વચ્ચે વાટાઘાટોનો 7 મો રાઉન્ડ યોજાયો, જેમાં  છેલ્લા 3 કલાકથી સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓની વચ્ચે બેઠક ચાલી, જેમાં ખેડૂતોએ કહ્યું કે સમાધાન ન આવે ત્યાં સુધી આ કૃષિ આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂતો હજી પણ કૃષિ કાયદાને પરત ખેંચવાની હઠ પકડીને જ બેઠા છે. પરંતુ સરકારે કૃષિ કાયદાને પરત લેવાનો ફરીથી ઈનકાર કરી દીધો છે. અને સરકારે ખેડૂતોને સમિતિ બનાવવાની પણ સલાહ આપી. તેમજ સરકાર વીજળી બિલનો ખરડો પરત લેવા તૈયાર થઈ. MSP પર સરકારે સમિતિ બનાવવાની સંપૂર્ણ તૈયારી પણ દર્શાવી છે. 4 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાશે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો જે કૃષિ આંદોલન પર ઉતર્યા છે , જેનો આજે 35થી વધુ દિવસો થઇ ચૂક્યા છે. જેની અગાઉ પણ 6 વખત બેઠક યોજાઇ ચૂકી છે પરંતુ હજી સુધી કોઇ ચોક્કસ ઉકેલ નીકળ્યો નથી. ત્યારે આજે સાતમા રાઉન્ડમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત હાલ યોજાઇ. જેમાં 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા..

ખેડુતો અને સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ થઇ ચૂકી છે. અગાઉ પણ કિસાન યુનિયન (દાઉબા) ના મનજીતસિંહે કહ્યું હતું કે, જો સરકાર આંદોલનનો અંત લાવવા ઈચ્છતું હોય તો, તેઓએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા જોઈએ. પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે સરકાર ખેડૂતોની સાથે છે, તો પછી તેઓએ અમારી માંગ સ્વીકારી લેવી જોઈએ. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ કોઈ સુધારો નથી ઇચ્છતા, પરંતુ કાયદો પાછો આપવો જોઈએ.