Not Set/ યુપીમાં ભાજપ 25 બેઠકો પર સીટીંગ સાંસદોને કાપી શકે છે

ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં સીટો પર ઉમેદવારો નક્કી કરવામાં મુશ્કેલીઓ વધી રહી છે.સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ પોતાના એક તૃતીયાંશ  લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર બદલી શકે છે.એનો મતલબ એ થયો કે  યુપીના 25 ઉમેદવારોને બદલવામાં આવી શકે છે. યુપીમાં અનેક બેઠકો એવી છે જેની પર ત્રિપાખીયો જંગ થઈ શકે છે.આના કારણે ભાજપ ઉમેદવારોની પસંદગી માં […]

Top Stories India Trending
pam 5 યુપીમાં ભાજપ 25 બેઠકો પર સીટીંગ સાંસદોને કાપી શકે છે
ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં સીટો પર ઉમેદવારો નક્કી કરવામાં મુશ્કેલીઓ વધી રહી છે.સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ પોતાના એક તૃતીયાંશ  લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર બદલી શકે છે.એનો મતલબ એ થયો કે  યુપીના 25 ઉમેદવારોને બદલવામાં આવી શકે છે.
યુપીમાં અનેક બેઠકો એવી છે જેની પર ત્રિપાખીયો જંગ થઈ શકે છે.આના કારણે ભાજપ ઉમેદવારોની પસંદગી માં કાચું કાપવા માંગતી નથી.ઉમેદવારોની પસંદગીમાં ઘણાં રાઉન્ડની સ્ક્રૂટની કરવામાં આવી રહી છે, આ સાથે સર્વે અને નમો એપથી મળેલા ફિડબેક વગેરેને પણ મહત્વ આપવામાં આવી શકે છે.
વડાપ્રધાન મોદી પોતે સાંસદોના પરફોર્મન્સને લઈને પબ્લિક પાસે ફિડબેક માંગ્યા હતા અને હવે ઉમેદવારોની પસંદગીમાં તે ઘણી ઉપયોગી બની રહી છે.
ભાજપ ઉત્તર પ્રદેશમાં 78માંથી 32 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જે બે બેઠકો અપના દળને આપવામાં આવી છે. ભાજપે અત્યાર સુધી તૈયાર કરેલા લિસ્ટમાં 6 હાલના સાંસદોની ટિકિટ કાપી છે. જેમાં શાહજહાંપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૃષ્ણારાજનું નામ પણ છે. સૂત્રોનું કહેવું છે કે ઘણાં રિપોર્ટ્સમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણાં સાંસદોના નબળા પરફોર્મન્સની વાત સામે આવી છે. એવામાં પાર્ટી કોઈ સ્થાનિક એન્ટી-ઈન્કમ્બન્સીથી બચવા માટે તેમના ટિકિટ કપવાનું વિચારી રહી છે.
 આગ્રાના સાંસદ રામ શંકર કઠેરિયાની ટિકિટ કાપીને તેમની જગ્યાએ એસપી સિંહ બધેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, પણ સૂત્રોનું કહેવું છે કે તેઓ હજુ પણ રેસમાં છે. દલિત ચહેરો હોવાના કારણે તેમને આગ્રા પાસેની કોઈ અન્ય દલિત વસ્તી ધરાવતી બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે.”,