Not Set/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘પ્રારંભિક લક્ષણો  બાદ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો.

Top Stories India
2 6 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

દેશમાં કોરોના સંક્રમણની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ  વાયરસનો ફેલાવો સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દિલ્હીમાં ગયા સપ્તાહની સરખામણીમાં કેસ નવ ગણા વધ્યા છે. ગયા અઠવાડિયે રાજધાનીમાં કુલ 10 હજાર કેસ હતા, જે આ અઠવાડિયે વધીને 95 હજાર થઈ ગયા, જ્યારે મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહે 41 હજાર કેસ હતા જે આ સપ્તાહમાં વધીને 2.2 લાખ થઈ ગયા.આ વધતા કેસ વચ્ચે દિલ્હી અને મુંબઇના અનેક સેલેબ્સ પણ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે, અનેક રાજકીય નેતાઓ પણ કોરોના સંક્રમિતના સમાચાર આવી રહ્યા છે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, તેમણે આની માહિતી ટ્વિટર પર આપી હતી.

 

સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘પ્રારંભિક લક્ષણો  બાદ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે સ્વસ્થ અનુભવું છું. ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને અલગ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાની તપાસ કરે.