Not Set/ ગુજરાતમાં સીએમની રેસમાં આ નામો છે સૌથી આગળ, જુઓ

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૨૨ વર્ષ બાદ વધુ એકવાર સત્તા પર આવી છે. ત્યારે તમામની નજર હવે ગુજરાતના સિહાસન પર કોણ બિરાજશે તેના પર મંડરાયેલી છે. વિધાનસભાની ચુંટણી પહેલા વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું.  પણ ભારતીય જનતા પાર્ટીને કુલ ૧૮૨ સીટમાંથી ૯૯ બેઠક મળી છે. ત્યારે હવે વિજય રૂપાણીનું […]

Top Stories
Gujarat ગુજરાતમાં સીએમની રેસમાં આ નામો છે સૌથી આગળ, જુઓ

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૨૨ વર્ષ બાદ વધુ એકવાર સત્તા પર આવી છે. ત્યારે તમામની નજર હવે ગુજરાતના સિહાસન પર કોણ બિરાજશે તેના પર મંડરાયેલી છે. વિધાનસભાની ચુંટણી પહેલા વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું.  પણ ભારતીય જનતા પાર્ટીને કુલ ૧૮૨ સીટમાંથી ૯૯ બેઠક મળી છે. ત્યારે હવે વિજય રૂપાણીનું નામ સીએમની રેસમાં કઠિન જોવા મળી રહ્યું છે. આ પદ માટે હાલ વર્તમાનમાં ઉપ-મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલ, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પુરસોત્તમ રૂપાલા અને વજુભાઈ વાળનું નામ વધુ ચર્ચાઈ રહ્યું છે.

આ સાથે પદની પસંદગી માટે ૨૦૧૯ની લોકસભા ચુંટણી, જાતિય સમીકરણ, મજબુત નેતૃત્વ, હિંદુત્વનો મુદ્દો અને રાજ્યનું ક્ષેત્રીય સંતુલનને ,મહત્વ આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ માટે હવે આ પદની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ પદની નિયુક્તિ માટે પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સરોજ પાંડેની નિમણુક કરવામાં આવી છે.