ધરપકડ/ મહાત્મા ગાંધી વિરૂદ્વ અભદ્વ ટિપ્પણી મામલે કાલીચરણ મહારાજની પોલીસે કરી ધરપકડ

કાલીચરણ મહારાજની પોલીસે ધરપકડ કરી છે. રાયપુર પોલીસે કાલીચરણની મધ્યપ્રદેશના ખુજરાહોથી ધરપકડ કરી છે.

Top Stories India
maharaj મહાત્મા ગાંધી વિરૂદ્વ અભદ્વ ટિપ્પણી મામલે કાલીચરણ મહારાજની પોલીસે કરી ધરપકડ

મહાત્મા ગાંધી વિશે અપશબ્દો બોલનાર કાલીચરણ મહારાજની પોલીસે ધરપકડ કરી છે. રાયપુર પોલીસે કાલીચરણની મધ્યપ્રદેશના ખુજરાહોથી ધરપકડ કરી છે. કાલીચરણ સામે છત્તીસગઢથી લઈને મહારાષ્ટ્ર સુધી કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર પોલીસ ઘણા સમયથી કાલીચરણને શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કેસ નોંધાયા બાદ કાલીચરણ ગેસ્ટ હાઉસમાં છુપાયેલા હતા.મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા જીતેન્દ્ર આહવાડે કાલીચરણ મહારાજ વિરુદ્ધ થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

પોતાને કાલીપુત્ર ગણાવતા કાલીચરણે રાયપુર ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિશે અપશબ્દો બોલ્યા હતા. આ પછી, 27 ડિસેમ્બરે મોડી રાત્રે કાલીચરણે તેની યુટ્યુબ ચેનલ પર 8 મિનિટ 51 સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો. વીડિયોમાં કાલીચરણે કહ્યું હતું કે ગાંધીજીને અપશબ્દો બોલવા બદલ તેમને કોઈ પસ્તાવો નથી. તેના બદલે ફરી એકવાર કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર આરોપ લગાવ્યો છે. તેમાં સરદાર પટેલને બદલે નેહરુના વડાપ્રધાન બનવા પર સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા નહીં પણ વંશના પિતા કહેવામાં આવ્યા હતા.

વીડિયોમાં કાલીચરણે કહ્યું છે કે, “ગાંધી વિશે અપશબ્દો બોલવા બદલ મારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. મને તેના માટે કોઈ પસ્તાવો નથી. હું ગાંધીજીને રાષ્ટ્રપિતા નથી માનતો… જો સત્ય બોલવાની સજા મૃત્યુ છે, તો તે સ્વીકાર્ય છે.”