Not Set/ દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો ઈતિહાસ,કોંગ્રેસે લગાવ્યો આરોપ ગુજરાત સરકારે આપી સસ્તા દરે જમીન!

2007માં એબીજી શિપયાર્ડને ગુજરાત સરકાર દ્વારા ખોટી રીતે 1.21 લાખ ચોરસ મીટર જમીન અડધા કરતાં પણ ઓછી કિંમતે આપવામાં આવી હતી.

Top Stories India
scammmmmmmmm દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો ઈતિહાસ,કોંગ્રેસે લગાવ્યો આરોપ ગુજરાત સરકારે આપી સસ્તા દરે જમીન!

શિપબિલ્ડિંગ કંપની ABG શિપયાર્ડ પર દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો આરોપ છે. કંપનીએ 28 બેંકોના જૂથ સાથે 22,842 કરોડની છેતરપિંડી કરી છે. આ મામલામાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ચેરમેન ઋષિ અગ્રવાલ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય છે કે દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડનો પાયો ક્યારે નાખવામાં આવ્યો? આ છેતરપિંડીનો ખેલ ક્યારે શરૂ થયો?

એબીજી શિપયાર્ડ કૌભાંડ કેવી રીતે શરૂ થયું?

જાણવા મળ્યું છે કે 2007માં એબીજી શિપયાર્ડને ગુજરાત સરકાર દ્વારા ખોટી રીતે 1.21 લાખ ચોરસ મીટર જમીન અડધા કરતાં પણ ઓછી કિંમતે આપવામાં આવી હતી. આ દાવો 2007માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટના આધારે કરવામાં આવી રહ્યો છે. CAGના અહેવાલમાં જણાવાયું છે કે ઓક્ટોબર 2007માં ABG શિપયાર્ડને 1.21 લાખ ચોરસ મીટર જમીન આપવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનને ત્યાં 1400 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો ભાવ ચાલતો હતો. પરંતુ એબીજી શિપયાર્ડને માત્ર 700 રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં જમીન આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે  કે આ એ સમય હતો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. કોંગ્રેસે તેની પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીના સીએમ દરમિયાન સસ્તી જમીન આપવામાં આવી હતી.

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એબીજી શિપયાર્ડને સસ્તી જમીનના કારણે રાજ્ય સરકારને 8.46 કરોડની આવક ગુમાવવી પડી હતી. એવું કહેવામાં આવ્યું છે કે એબીજી કોઈ સંસ્થા નથી, તેથી તેને કોઈપણ આધાર પર કોઈ છૂટ આપી શકાય નહીં. પરંતુ આ કેસમાં જીઆઈડીસી દ્વારા જમીન 50% ભાવે વેચવામાં આવી હતી અને રાજ્ય સરકારને 8.46 કરોડની આવકનું નુકસાન થયું હતું.

રાજ્ય સરકારે શું આપી સ્પષ્ટતા?

હવે જે આરોપો ઉભા થયા છે તેનો જવાબ પણ કેગના રિપોર્ટમાં જ સરકારે આપ્યો હતો. 2010માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને એબીજી શિપયાર્ડ વચ્ચે કરાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે કરાર હેઠળ મેરીટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. એક એમઓયુ પણ કરવામાં આવ્યો હતો અને તે કારણસર ઓછી કિંમતે જમીન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે વાસ્તવમાં ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ગુજરાત માટે એબીજી શિપયાર્ડ અને એબીજી સિમેન્ટ સાથે એમઓયુ કર્યા હતા. આ મામલામાં સીબીઆઈના બદલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

હવે જાણકારી માટે ઉલ્લેખનીય છે  કે ABG શિપયાર્ડનું કૌભાંડ પંજાબ નેશનલ બેંક (PNB) સાથે નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસ કરતા પણ મોટું છે. પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના કાર્યકાળ દરમિયાન બેંકોની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની સ્થિતિમાં છે.

શું છે નાણામંત્રીનો તર્ક?

સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અનુસાર, એબીજી શિપયાર્ડ અને એબીજી સિમેન્ટ દ્વારા બેંકોના જૂથમાંથી લેવામાં આવેલી લોનને મોંઘી મિલકત ખરીદવા માટે વિદેશ મોકલવામાં આવી હતી. પરંતુ આ મામલામાં એનડીએ સરકારની દલીલ છે કે એબીજી શિપયાર્ડને જે પણ લોન આપવામાં આવી હતી તે યુપીએના કાર્યકાળ દરમિયાન આપવામાં આવી હતી.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે એબીજી શિપયાર્ડનું ખાતું અગાઉની યુપીએ સરકાર અને બેંકના કાર્યકાળ દરમિયાન નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) હતું.