Not Set/ દિલ્હીના ધુમ્મસ માટે પાકિસ્તાન કેવી રીતે જવાબદાર છે, વાંચો

દિલ્હીના આકાશમાં છવાયેલ ઝેરી ધુમ્મસના કારણે પડોશી રાજ્યો સાથે અરવિંદ કેજરીવાલની જંગ ચાલી રહી છે. તેમનો આરોપ છે કે, હરીયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા સળગાવાતા ભુસાથી આ ઝેરી ધુમ્મસ છવાઈ છે. પરંતુ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ મુસિબત પડોશમાંથી નહીં પણ ખૂબ દુરથી આવી છે. એટલે કે કુવૈત, ઈરાન અને સાઉદી અરબથી આ મુસિબત આવી […]

India
NASA 5 દિલ્હીના ધુમ્મસ માટે પાકિસ્તાન કેવી રીતે જવાબદાર છે, વાંચો

દિલ્હીના આકાશમાં છવાયેલ ઝેરી ધુમ્મસના કારણે પડોશી રાજ્યો સાથે અરવિંદ કેજરીવાલની જંગ ચાલી રહી છે. તેમનો આરોપ છે કે, હરીયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા સળગાવાતા ભુસાથી આ ઝેરી ધુમ્મસ છવાઈ છે. પરંતુ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ મુસિબત પડોશમાંથી નહીં પણ ખૂબ દુરથી આવી છે. એટલે કે કુવૈત, ઈરાન અને સાઉદી અરબથી આ મુસિબત આવી છે.

delhi smog 650x400 41510131669 દિલ્હીના ધુમ્મસ માટે પાકિસ્તાન કેવી રીતે જવાબદાર છે, વાંચો

દિલ્હીના આકાશમાં અત્યારે સ્થિર થયેલ હવા મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત તરફ આવી છે. તેમજ ધુમ્મસ પાકિસ્તાન તરફથી આવ્યુ છે. આ હવા મધ્ય પૂર્વના દેશોમાંથી પાકિસ્તાન પાર કરીને ભારત તરફ આવે છે જે ભારતમાં આવતા ધુમ્મસનુ સ્વરુપ ધારણ કરી લે છે, તેમાં પંજાબના ખેતરોમાં સળગાવવામાં આવતો ભુસાનો ધુમાડો ઉમેરાય છે. જેથી ધૂળ, પાણી અને ધુમાડો મળીને આ ઝેરી ધુમ્મસ બને છે. આ ધુમ્મસે અત્યારે દિલ્હી આસપાસના આકાશને ઝેરી બનાવી દીધુ છે. રાત્રે તાપમાનમાં થતા ઘટાડાના કારણે ધુમ્મસમાં પાણીનુ પ્રમાણ વધે છે, જેના કારણે દિલ્હી વહેલી સવારે ધુમાડાથી ઘેરાઈ જાય છે.

અમેરિકન એજન્સી નાસાએ પણ જાહેર કરેલ તસ્વીરમાં આ બાબત સ્પષ્ટપણે જાવા મળી રહી છે. પ્રદૂષણના તત્વો સમેટેલી આ હવાઓ ત્યાં સુધી દિલ્હીથી નહીં જાય જ્યાં સુધી દિવસના તાપમાનમાં સારો એવો વધારો નહીં થાય. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં આ પ્રકારનો ધુમ્મસ એ શિયાળામાં સામાન્ય બાબત ગણાય છે. પરંતુ ખેડૂતો દ્વારા ભુસુ સળગાવાના કારણે પ્રદૂષક તત્વો કોર્સિનોજેનિક ગેસ, પાર્ટીકુલેટ મૈટર વાતાવરણમાં ભળી જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે.