red fort/ હિંસામાં થયેલી નુકશાનીનું મૂલ્યાંકન કરવા લાલ કિલ્લો 31મી સુધી મુલાકાતીઓ માટે રહેશે બંધ

દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલન અને ત્યારબાદ ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના પગલે દેશની ધરોહર સમાન લાલકિલાને ઘણી નુકશાની પહોંચી છે. દેશની આન, બાન અને શાન

Top Stories India
1

દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલન અને ત્યારબાદ ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના પગલે દેશની ધરોહર સમાન લાલકિલાને ઘણી નુકશાની પહોંચી છે. દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રીય તહેવારોમાં સલામી લાલ કિલ્લામાં આપવામાં આવતી હોય છે. તેમજ આઝાદીની લડાઈ દરમિયાન શહીદ થયેલા દેશના મહાત્માઓની સમાધિ અહીં આવેલી છે. દેશના અતિ મહત્વના ગણી શકાય તેવા પરમવીર ચક્ર સહિતના એવોર્ડ વિતરણ કાર્યક્રમ નો સાક્ષી લાલ કિલ્લો હવે સામાન્ય જનતા માટે 31 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Politics / ટ્રેક્ટર રેલી હિંસા મામલે કોંગ્રેસે અમિત શાહને તો ભાજપે રાહુલને ગણાવ્યા જવાબદાર

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) ના આદેશ અનુસાર, લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે. જોકે ઓર્ડરમાં તેની પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમાં 6 અને 18 જાન્યુઆરીના જૂના ઓર્ડરનો ઉલ્લેખ છે જે હેઠળ બર્ડ ફ્લૂ ચેતવણીને કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આઇકોનિક સ્મારક બંધ કરાયું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણીને કારણે લાલ કિલ્લો 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ રહ્યો હતો.

Jamnagar / ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો : ફ્રાંસ થી સીધું જામનગર એરબેઝ પર 3 રાફેલ લડાકુ વિમાનનું લેન્ડિંગ

સૂત્રોએ જણાવ્યું હતું કે તે 27 જાન્યુઆરીએ મુલાકાતીઓ માટે ખોલવા જોઈએ, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સંકુલમાં હિંસા ફાટી નીકળ્યા બાદ, એએસઆઈએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દરવાજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે શરૂઆતમાં, સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને એએસઆઈ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.

Wonder / પાકિસ્તાનમાં દેખાઇ ખૂબ જ ચમકતી ઉડતી રકાબી(UFO), પાડોશી દેશમાં વિવિધ પ્રકારની અટકળો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…