Not Set/ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર યુધ્ધ

ગુજરાતની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નંબર વન પ્રચારકો પીએમ નરેન્દ્ગ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પોસ્ટર યુધ્ધ જામ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચારમાં સોશ્યલ મીડિયા અટેક અને પોસ્ટરબાજી પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કોંગ્રેસ તરફથી જીએસટી અને મોંઘવારી […]

Gujarat
modirahul 20 1482215170 06 1507253488 નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર યુધ્ધ

ગુજરાતની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નંબર વન પ્રચારકો પીએમ નરેન્દ્ગ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પોસ્ટર યુધ્ધ જામ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચારમાં સોશ્યલ મીડિયા અટેક અને પોસ્ટરબાજી પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કોંગ્રેસ તરફથી જીએસટી અને મોંઘવારી મુદ્દે નવા નવા પોસ્ટર બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ સત્તાધારી ભાજપ પક્ષ પણ રાહુલ ગાંધી પર નિશાન તાકી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હોય તેમ બન્ને નેતાની જાહેર થયેલી કેટલીક તસવીરો અને પોસ્ટર પરથી જોવા મળે છે. કોંગ્રેસ તરફી તસ્વીરોમાં રાહુલ ગાંધી કરાટેની તાલીમ દરમ્યાન કેવી રીતે સામાવાળાને નીચે પટકે છે તે જોવા મળે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે સંઘના પ્રચારક હતા તે સમયની ૧૯૯૭ની તસવીરો પણ સામે આવી છે. આ તસ્વીરોમાં નરેન્દ્ર મોદી કોઈ પણ ભય વગર પેરાગ્લાઇન્ડીંગ કરીને આકાશમાં ઉડવાનો આનંદ માણતા જોવા મળે છે.

Modi paraglide 866x1155 1 નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર યુધ્ધ  rahul31 નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર યુધ્ધ

બીજી તરફ સોશ્યલ મીડિયામાં ભાજપ તરફી નવા પોસ્ટર ફરતા થયા છે જેમાં રાહુલ ગાંધીને ગુજરાતમાં જીગ્નેશ મેવાણી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના સહારે ચૂંટણી જંગ લડતા જોવા મળે છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધી જાતિવાદ સાંપ્રદાયિકતા અને અનામતના સમાન આ ત્રણેય યુવાનેતાના સહારે ટકેલા જોવા મળે છે.

અન્ય એક પોસ્ટર નોટબંધી અને રાહુલ ગાંધીને દર્શાવે છે. સાથે આ પોસ્ટરમાં રાહુલ ગાંધી નું ટ્વિટર હેન્ડલર પણ તેમની સાથે જોવા મળે છે. જીએસટી અને ગબ્બર સિંઘને દર્શાવતો પણ એક પોસ્ટર જોવા મળે છે.