Scam/ અમદાવાદમાં લીકર પરમીટનું કૌભાંડ ઝડપાયું, જાણો કેવી રીતે ચાલતું હતું આખું કૌભાંડ

50 જેટલી લીકર પરમીટ બોગસ સહીથી અપાઈ, ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ કર્મચારીઓએ એજન્ટોની રીંગ બનાવી

Top Stories Ahmedabad Gujarat
liquor permit scam caught in ahmedabad અમદાવાદમાં લીકર પરમીટનું કૌભાંડ ઝડપાયું, જાણો કેવી રીતે ચાલતું હતું આખું કૌભાંડ

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સરકારે દારૂ પીનારાં લોકોને હેલ્થ માટે જરૂરી હોય તો દારૂની પરમીટ આસાનીથી મળી શકે તે મુજબની જોગવાઈ કરી છે. જોકે, કેટલાક લોકો દારૂ પરમીટ મેળવવા માટે અનેક ગતકળા કરતા હોય છે અને પ્રોહીબીશન વિભાગમાં એજન્ટોની મદદથી યેનકેન પ્રકારે પરમીટ મેળવી લેતા હોય છે. આવું જ એક કૌભાંડ અમદાવાદમાં સામે આવ્યું છે. ગુજરાત નશાબંધી અને એકસાઈઝ વિભાગની અમદાવાદ જિલ્લાની ઓફિસમાં છેતરપીંડી અને બનાવટનું કૌભાંડ બહાર આવ્યું છે.

નશાબંધી અને આબકારી વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં બનાવટી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અધિકારીઓએ બનાવટી સહીઓ ધરાવતી 50 નકલી દારૂની પરમિટ અરજીઓ નિયમિત તપાસ દરમિયાન શોધી કાઢી છે.

આ કૌભાંડ સામે આવ્યા બાદ ખોટા પુરાવા દ્વારા મેળવવામાં આવેલી વધુ પરમિટો માટે રાજ્‍યવ્‍યાપી તપાસ શરૂ કરી છે. કૌભાંડમાં કેટલીક ચોંકાવનારી વિગત સામે આવી છે કે દારૂ પીવા માટે મૃતક લોકોની પરમીટનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે. જાણકારો અનુસાર આવા કૌભાંડ આંતરિક લોકોની ભાગીદારી વિના શકય નથી, તેથી તંત્રને શંકા છે કે વિભાગના ભૂતપૂર્વ કર્મચારીએ લગભગ એજન્ટોનીએક રીંગ બનાવી છે. એજન્ટો દારૂની પરમિટ મેળવવા ઈચ્છતા પૈસાદાર લોકો પસેથી મોટી રકમ લઇ પરમીટ કાઢવી આપે છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ નશાબંધી વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દારૂની નવી પરમિટ મેળવવા ઈચ્છાતા અને પરમિટ રીન્યુ કરવા ઈચ્છતા અરજદારોની ખરાઈ કરવા રૂબરૂમાં બોલાવવામાં આવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદવાદ જીલ્લા કચેરીના પકડાયેલું કોભાંડ માત્ર શરૂઆત જ છે, 26 જિલ્લા કચેરીઓમાં તપાસ બાદ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. હાલ પરમીટ માટે પ્રોસેસીંગ ફી 4000 રૂપિયા ચાર્જ વસુલાય છે.