મંતવ્ય વિશેષ/ પાકિસ્તાન દિલ્હીની હવામાં ઝેર ઓકાવી રહ્યું છે?

સમગ્ર દિલ્હી અને એનસીઆર હાલમાં ધુમ્મસ અને વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. એવું નથી કે આ સમસ્યા માત્ર ભારતમાં જ છે પરંતુ પડોશી દેશ પાકિસ્તાન પણ તેનાથી પરેશાન છે. વાસ્તવમાં, આ ધુમ્મસનું કારણ પાકિસ્તાનમાં છે જ્યાં મોટી માત્રામાં પ્લાસ્ટિક બાળવામાં આવી રહ્યું છે.

Mantavya Exclusive Mantavya Vishesh
WhatsApp Image 2023 11 03 at 7.00.46 PM પાકિસ્તાન દિલ્હીની હવામાં ઝેર ઓકાવી રહ્યું છે?
  • લાહોરની ફેક્ટરીઓ ધુમ્મસ ફેલાવી રહી છે?
  • લોકો ટાયર અને પ્લાસ્ટિક સળગાવી રહ્યા છે
  • ડીઝલ અને કોલસાનો ધુમાડો વધી રહ્યો છે

શું દિલ્હીમાં સ્મોગનું કારણ પાકિસ્તાન છે? તમને આ થોડું બિનજરૂરી લાગશે પરંતુ પાકિસ્તાની મીડિયા પોતે આ સાબિત કરી રહ્યું છે. એક તરફ દિલ્હી અને એનસીઆર ધુમ્મસની ચાદરમાં છવાયેલા છે તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનનું લાહોર પણ તેની સામે ઝઝૂમી રહ્યું છે. ભારતના પંજાબને અડીને આવેલા લાહોરમાં પણ ધુમ્મસના કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. લાહોર જેને એક સમયે ‘સિટી ઓફ ગાર્ડન્સ’ કહેવામાં આવતું હતું તે આજે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. આજે પણ અહીંના કારખાનાઓમાં ઈંધણ તરીકે પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે. આ પ્લાસ્ટિક ભારતમાં લોકોને ગૂંગળાવી રહ્યું છે.

દિલ્હી અને લાહોર વચ્ચેનું અંતર માત્ર 409 કિલોમીટર છે. હવે તમે કલ્પના કરી શકો છો કે પડોશી દેશની કાર્યવાહી દિલ્હીને કેવી રીતે ગૂંગળાવી રહી છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝે નિષ્ણાતોના હવાલાથી જણાવ્યું છે કે નાની ફેક્ટરીઓમાં ટાયર અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઈંધણ તરીકે થઈ રહ્યો છે. આ ઉપરાંત અહી પણ ખેડૂતો મોટાપાયે પરાળ સળગાવી રહ્યા છે. આ ઉપરાંત ઝિગઝેગ ટેક્નોલોજી વગર કામ કરતા ઈંટના ભઠ્ઠાઓએ શહેરમાં ધુમ્મસનું પ્રમાણ વધાર્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં 2 નવેમ્બરના રોજ દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસ હતું. આ ધુમ્મસએ અહીંની ઊંચી ઈમારતો અને ઐતિહાસિક ઈમારતોને પણ ઢાંકી દીધી હતી.

લાહોરના ધુમાડામાં ડીઝલ અને કોલસાની ગંધ હતી. ગ્લોબલ એલાયન્સ ઓન હેલ્થ એન્ડ પોલ્યુશન એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ અને ધુમ્મસ, વિશ્વભરમાં એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં વાર્ષિક અંદાજે 128,000 લોકો મૃત્યુ પામે છે. લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) છેલ્લા બે દાયકામાં ખરાબ રીતે બગડ્યો છે. રહેવાસીઓ, આવાસ યોજનાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમો માટે માર્ગ બનાવવા માટે આ સમયગાળા દરમિયાન અંદાજિત 70 ટકા વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

પંજાબ સરકારે પ્રદુષણનો સામનો કરવા માટે એક મહિના માટે સ્મોગ ઈમરજન્સી જાહેર કરી છે. જેના કારણે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. લાહોર હાઈકોર્ટે AQI ને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશો આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પર્યાવરણ સુરક્ષા વિભાગ (EPD) એ અહીં તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કટોકટીના પગલાંના ભાગરૂપે, ધૂળથી બચવા માટે કાંકરી, ભંગાર અને બાંધકામ સામગ્રી પર પાણીનો છંટકાવ કરવામાં નિષ્ફળ રહેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાહનો અને કારખાનાઓમાંથી નીકળતા ધુમાડાને રોકવા માટે સતત પ્રયાસો કરવા આદેશો પણ અપાયા હતા. જો હવામાન વિભાગના સૂત્રોનું માનીએ તો, ગુરુવારે સવારે લાહોરમાં AQI દર 192 થી 200 ની વચ્ચે નોંધાયો હતો. દરમિયાન, લાહોરમાં 62 ફેક્ટરીઓ પ્લાસ્ટિકનો કચરો, ટાયર, રબર અને જૂના કપડા જેવી હાનિકારક સામગ્રીનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા બદલ દોષી ઠરાઈ છે. જેના કારણે લાહોરમાં સ્મોગ વધી રહ્યો છે.

દિલ્હી એનસીઆરમાં મંગળવારની શરૂઆત ધુધળા ભર્યા વાતાવરણથી થઈ હતી. હવામાન એવો ખતરનાક હતો કે, લોકોની આંખોમાં અને છાતીમાં જલન થવા લાગી હતી. આ તમામ બાબતે જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયો હતો. કમીશન ફોર એયર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટએ ગુરૂવારે ગ્રેડેડ રિસ્પંસ એક્શન પ્લાનની ત્રીજો સ્ટેજ લાગુ તકરવાના નિર્દેશ કરી દીધો હતો. આ સિવાય CAQMએ દિલ્હી સરકાર અને એન સીઆરના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે.

આ બાદ દિલ્હી સરકારને ગંભીરતા દેખીને આદેશ બહાર પાડ્યો કે, રાજ્યમાં આવતા બે દિવસ સુધી ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલ નહી જાય, તેમજ આ આદેશ તમામ સરકારી અને પ્રાથમિક સ્કૂલોને માનવું પડશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. લગાતાર વધતા પ્રદૂષણને લઈ દિલ્હીના પર્યાવપણ મંત્રી ગોપાલ રાયએ શુક્રવારે બપોરે એક દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

છેલ્લાં કેટલાંય સમયથી દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સતત કેન્દ્ર, રાજ્ય અને યુપી તથા હરિયાણાની સરકારને ટકોર કરવામાં આવી રહી છે. હવાના પ્રદૂષણના લીધે લોકો ઘરમાં પણ શ્વાસ લઈ શકતા નથી, ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લોકડાઉન મુકવાની પણ સૂચના આપી દીધી હતી, જેના પગલે દિલ્હી સરકાર દ્વારા આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, તેમ છતાં પ્રદૂષણ પર કાબુ મેળવી શકાયો નથી. દિલ્હી સરકાર સતત હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળ બાળવાના લીધે તથા યુપીના ઉદ્યોગોના લીધે દિલ્હીમાં પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદ કરી રહી છે ત્યારે આજે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં આશ્ચર્યજનક સ્ટેટમેન્ટ આપ્યું હતું. યુપી સરકારના પ્રતિનિધિએ કોર્ટને જણાવ્યું કે, દિલ્હીના પ્રદૂષણ માટે યુપી નહીં પરંતુ પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાનમાંથી આવતી હવા દિલ્હીની સાથે યુપીને પણ પ્રદૂષિત કરી રહ્યાં છે. યુપી સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરાયેલા આ જવાબના લીધે રમૂજ ફેલાઈ હતી અને સુપ્રીમ કોર્ટના જ્જે પણ હસતા હસતા કહ્યું હતું તો શું હવે કોર્ટ પાકિસ્તાનના ઉદ્યોગો બંધ કરાવે?

પાકિસ્તાન(Pakistan)ની હવાના કારણે દિલ્હી (Delhi) ની હવા પ્રદુષિત થઈ રહી છે. યુપી(UP) સરકારના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ યુપી સરકાર પર આકરા કટાક્ષો કર્યા હતાં. યુપી સરકારે વાયુ પ્રદુષણ અંગે પાકિસ્તાનની હવાને જવાબદાર ગણાવી છે. યુપી સરકારે કહ્યું હતું કે ઉદ્યોગ બંધ થવાથી દુધ અને શેરડીના ઉદ્યોગ પર સીધી અસર થાય છે અને યુપીમાં હવાનું દબાણ ઓછું રહે છે. પ્રદુષિત હવાનું મુખ્ય કારણ પાકિસ્તાનથી આવતી હવા છે જેને લઈને દિલ્હી અને યુપીમાં હવામાં પ્રદુષણ ફેલાય છે. દિલ્હી (Delhi) માં વધતાં જતાં વાયુ પ્રદુષણ (Air pollution)ને લઈને વારંવાર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ટકોર કરવામાં આવતી હોય છે. અને સરકાર દ્વારા પ્રદુષણને લઈને અવાર નવાર પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. તો આ વખતે કેન્દ્ર સરકારે હવા પ્રદુષણને લઈને ટાસ્ક ફોર્સ (Task Force)ની રચના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ (Affidavit) દાખલ કરીને માહિતી આપવામાં આવી છે. હવા પ્રદુષણ સામે ટક્કર લેવા ટાસ્ક ફોર્સ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પાંચ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. અને આ સભ્યોને કાયદાકીય સત્તા પણ આપવામાં આવી છે

દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે(Gopal ray)કહ્યું કે વાયુ પ્રદુષણના વધતા જતા સ્તરને ધ્યાનમાં રાખીને આદેશ ન મળે ત્યાં સુધી શુક્રવારથી શાળાઓ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકારને ઠપકો આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની મજાક ઉડાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે વાયુ પ્રદુષણ અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે યુપી સરકારે જવાબ આપતા કહ્યું કે ઉદ્યોગના બંધ થવાથી રાજ્યમાં દુધ અને શેરડીના ઉદ્યોગમાં અસર પડી શકે છે. વધુમાં સરકારે કહ્યું કે જો હવાનું દબાણ જોઈએ તો યુપીમાં હવાનું દબાણ ડાઉન છે. અહીં પવન મોટાભાગે પાકિસ્તાન તરફથી આવે છે. યુપી (UP) સરકારની આ દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમનાએ કટાક્ષ કરતા કહ્યું કે તમે પાકિસ્તાનમાં ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકવા માંગો છો? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે પ્રદૂષણ કેસમાં પાંચ સભ્યોની અમલીકરણ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારનાં સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે 17 ફલાઈંગ સ્કવોડ (Flying Squad) સીધા એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ (Enforcement Task Force)ને રિપોર્ટ કરશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે 24 કલાકમાં ફલાઈંગ સ્કવોડની સંખ્યા વધારીને 40 કરી દેવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે રાજધાની દિલ્હીમાં આવતાં ટ્રકો પર પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ સાથે એમ પણ જણાવામાં આવ્યું કે આવશ્કય ચીજવસ્તુઓવાળી ટ્રકોને પ્રવેશ આપવામાં આવશે. અમલીકરણ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના અધ્યક્ષ એમએમ કુટ્ટી કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ કરશે. બોર્ડના ચેરમેન તન્મય કુમાર તેના સભ્યો હશે. એફિડેટીવમાં જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ એનર્જી એન્ડ રિસોર્સસ ઈન્સ્ટિટ્યુટ (TERI)ના ડિજી વિભા ધવન એન કે શુકલા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (Air Quality Management Commission)ના સભ્ય, કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સના સભ્ય હશે.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાન દિલ્હીની હવામાં ઝેર ઓકાવી રહ્યું છે?


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ