બનાસકાંઠા/ અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુરમાં આરટીઓ અધિકારી પર ચાલુ ફરજ દરમ્યાન આરટીઓ અધિકારી પર અજાણ્યા શખ્સદ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે.

Gujarat Others
Untitled 1 અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

Banaskantha News: બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુરમાં આરટીઓ અધિકારી પર ચાલુ ફરજ દરમ્યાન આરટીઓ અધિકારી પર અજાણ્યા શખ્સદ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે આરટીઓ અધિકારી ડ્રાંઇવિંગ ટેસ્ટ ટ્રેક તેમજ કંટ્રોલ રૂમ માં ફરજ પર હતા અને કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ કંટ્રોલ રૂમ માં અન અધિકૃત રીતે ઘુસી જઈ આરટીઓ અધિકારી સાથે ગેર વર્તુણક કરી કામગીરી માં અડચણ ઉભી કરી ને હુમલો કરી આરટીઓ અધિકારી ના સોલ્ડર તોડી નાખતા આરટીઓ અધિકારી દ્વારા શખ્સ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાલનપુર આરટીઓ કચેરી માં ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેક પર આરટીઓ અધિકારી ભાસ્કર કાંતિલાલ સોનાગરા પોતાની ફરજ પર હતા અને કંટ્રોલ રૂમમાં ડ્રાંઇવિંગ ટેસ્ટ ની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના અન અધિકૃત રીતે કંટ્રોલ રૂમ માં પ્રવેશ કરી એક દમ ઉશ્કેરાઈ જઈને ગેર વર્તુળક કરવા લાગતા આરટીઓ અધિકારીએ તેને ચેમ્બરમાં ખોટી રીતે ઘુસી જઈ ને ગેર વર્તન કરવાનીના પાડતા આ શખ્સ એક દમ ઉશ્કેરાઈ જઈને આરટીઓ અધિકારી ભાસ્કર સોનાગરા ને પકડી તેમનો સોલ્ડરનો ભાગ તોડી નાખી માર મારવા લાગતા જપાજપીમાં તેમની નેમ પ્લેટ તૂટી જવા પામી હતી અને ત્યાં હાજર સિક્યુરિટી દ્વારા હુમલો કરનાર શખ્સ ને પકડી લીધો હતો.

તેની પૂછપરછ કરતા તને પોતનું નામ તરુણ કાંતિલાલ પરમાર હોવાનું જણાવેલ જેના પગલે આરટીઓ અધિકારી એ તેમના ઉચ્ચ અધિકારી સાથે સમગ્ર મામલે વાત કરતા તેમના અધિકારીની સૂચનાથી આરટીઓ અધિકારી ભાસ્કર સોનાગરાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે તરુણ પરમાર સામે સરકારી અધિકારી પર હુમલો કરી કામ માં રુકાવટ મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા