Aravalli News/ અરવલ્લીના બાયડના સાઠંબામાં દંપતી તણાયું

અરવલ્લીમાં મેઘો મહેર થઈ છે. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને ધામણી નદી બે કાંઠે થઈ હતી.

Top Stories Gujarat Breaking News

Arvalli News: અરવલ્લીમાં મેઘો મહેર થઈ છે. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને ધામણી નદી બે કાંઠે થઈ હતી. નદી પાસેના રસ્તા પર જતું એક દંપતી પાણીમાં તણાયું. તાલોદ અને બોરડી વચ્ચે દંપિતી તણાયુ હતું. વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ થઈ. નદીના પ્રવાહમાં બાઇક સવાર દંપત્તિ તણાયું. સદનસીબે સ્થાનિકો લોકોની સહાયથી બંન્ને લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.

વરસાદનો કહેર રાજ્યમાં સર્વત્ર જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં પણ મેઘરાજાનો કહેર વરતાયો મેઘરાજા મહેરબાન થતા નદીઓમાં પૂરની સ્થિતિ ઉદભવવા પામી. અને નદીઓના પાણી ગામો અને રસ્તા પર ફરી વળ્યા. માર્ગમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આવા સંજોગોમાં કેટલાક લોકોને પોતાની જરૂરીયાત માટે ઘરની બહાર નીકળવું પડે છે. એક દંપતી પણ બાઈક પર બહાર નીકળ્યું પરંતુ નદીના પાણીના પ્રવાહ વધુ હોવાથી તણાયું. જો કે સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરતાં દંપતીને બચાવી લેવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે

આ પણ વાંચો: ભારે વરસાદ અને પૂરની વચ્ચે કચ્છ પોલીસે પાંચના જીવ બચાવ્યાં

આ પણ વાંચો: નાગરિકોની ઓનલાઇન ફરિયાદો-નિવારણ કાર્યક્રમ લોન્ચ કરશે સીએમ ભુપેન્દ્ર પટેલ