Rajkot News/ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. છ સંચાલકો અને આઠ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એક વેલ્ડિંગ કરનારા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 250થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. છ સંચાલકો અને આઠ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એક વેલ્ડિંગ કરનારા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 250થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. 15 આરોપીને પકડીને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ સાંજ સુધીમાં તહોમતનામુ ફાઇલ કરશે. ચાર્જશીટ ફાઇલ થયા પછી કાયદાકીય લડત શરૂ થશે.

રાજકોટમાં 25 મેના રોજ થયેલા ટીઆરપી ઝોનના અગ્નિકાંડ બાદ  સાગઠીયાએ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટસ બુક પુરાવા તરીકે સીટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. તેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જોકે સીટને શંકા જતા તપાસ કરતાં આ મીનીટસ બુક બોગસ હોવાનું અને એક સાથે લખાયાનું જાણવા મળતાં સાગઠીયા સામે  બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો.

સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટીસ ફટકાર્યા બાદ પોતે તે સંદર્ભે કેટલી કામગીરી કરી હતી તેના નકલી દસ્તાવેજી પુરાવાઓ પોતાના બચાવમાં બોગસ મીનીટસ બુક તરીકે ઉભા કર્યા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. બોગસ મીનીટસ બુકમાં સહી કરવા માટે સાગઠીયાએ ટીપી શાખાના અનેક કર્મચારીઓને ધમકાવ્યા પણ હતા, જેમની પણ સીટે પૂછપરછ કરી પુરાવા મેળવ્યા હતા.

અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરાયા બાદ આજે સીટે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી બોગસ મિનિટસ બુક સંદર્ભે પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ અગ્નિકાંડના પગલે પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાના ગુનામાં હાલ રિમાન્ડ પર રહેલા તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જીનીયર જયદિપ ચૌધરીએ પોતાનો ગુનો કબૂલી લીધાનું સીટના સૂત્રોએ જણાવ્યું હતું. વાસ્તવમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે ઈમ્પેકટ ફી પ્લાન રજૂ કર્યો હતો તે જ મૂળ ગેરકાયદે હતો. આમ છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા માટે સાગઠીયા સહિતના આરોપીઓએ જૂની તારીખમાં આ પ્લાન ઈન્વર્ડ કરી દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના લીધે દ્વારકામાં બિલ્ડિંગ ધરાશાયી, ત્રણના મોત

આ પણ વાંચો: ગુજરાતમાં તોફાની વરસાદનું રેડ એલર્ટ, NDRFએ સંભાળ્યો હવાલો, એરફોર્સે પણ હાથ લંબાવ્યો

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ