Devbhoomi Dwarka News/ ભારે વરસાદના લીધે દ્વારકામાં બિલ્ડિંગ ધરાશાયી, ત્રણના મોત

દેવભૂમિ દ્વારકામાં વરસાદમાં ભારે વરસાદના લીધે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે. આ ધરાશાયી થયેલા બિલ્ડિંગમાં ત્રણના થયા છે.  એનડીઆરએફની ટીમને બે મૃતદેહ મળ્યા છે. એક મહિલા બે બાળકોનું બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

Gujarat Rajkot Breaking News

Devbhume Dwarka News:   દેવભૂમિ દ્વારકામાં વરસાદમાં ભારે વરસાદના લીધે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે. આ ધરાશાયી થયેલા બિલ્ડિંગમાં ત્રણના મોત થયા છે.  એનડીઆરએફની ટીમને બે મૃતદેહ મળ્યા છે. એક મહિલા બે બાળકોનું બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 70 વર્ષીય કેસરબેન અને 17 વર્ષીય પ્રીતિનો મૃતદેહ મળી આવ્યો છે. હજી પણ ફસાયેલા એકની શોધખોળ જારી છે.

મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય 7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના ત્રણ લોકોનું જીવન બચાવી શકાયું ન હતું.

ગુજરાતમાં દ્વારકામાં ગયા સપ્તાહે વરસાદ શરૂ થયો ત્યારે ઇન્દ્રદેવ મહેરબાન હોય તેવું લાગતું હતું. પણ આ મેઘમહેર હવે મેઘકહેરમાં પરિવર્તીત થઈ ગઈ છે. દ્વારકામાં રીતસરનો છાપરાતોડ વરસાદ જ પડ્યો છે તેમ કહી શકાય. દ્વારકામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. સરકારી આંકડા પ્રમાણે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીઝનની 31 ઈંચની કુલ સરેરાશ સામે 50 ઈંચ વરસાદ માત્ર છ દિવસમાં પડ્યો છે.

ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. દ્વારકા હોય કે જામ કલ્યાણપુર તાલુકો અહીંના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા સીએમે દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું