Vadodara News/ પોલીસના ‘માથાનો દુખાવા સમાન, કુખ્યાત બુટલેગર અનિલ પાંડ્યા દુબઈમાં દબોચાયો

ગુજરાત-રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અનિલ પાંડ્યા (Gangster Anil Pandya) ની દુબઈમાં ધરપકડ. SMC કોન્સ્ટેબલ સાજણ આહીર સાથેની સાંઠગાંઠ બાદ તે વોન્ટેડ હતો.

Gujarat Top Stories Vadodara
Gangster Anil Pandya Jat Dubai Arrest

Gangster Anil Pandya Jat Dubai Arrest: ગુજરાત અને રાજસ્થાન પોલીસની વર્ષોથી ઊંઘ હરામ કરનારા કુખ્યાત ગેંગસ્ટર અને લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે પાંડ્યા જાટની આખરે દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. નકલી દસ્તાવેજોના આધારે વિદેશ નાસી ગયેલા આ હિસ્ટ્રીશીટરને પ્રત્યાર્પણ (Extradition) વિધિ દ્વારા ભારત લાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. તેને વડોદરાના કરજણ દારૂ કાંડ અને ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર ગુનાઓમાં તપાસ હેઠળ લેવામાં આવશે.

SMC કોન્સ્ટેબલ સાજણ આહીર સાથેની સાંઠગાંઠ

આ કેસમાં સૌથી વિવાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના હેડ કોન્સ્ટેબલ સાજણ આહીર સાથે અનિલ પાંડ્યાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાંડ્યાએ આંગડિયા મારફતે સાજણ આહીરને 15 લાખ રૂપિયા મોકલ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસે જ્યારે કરજણ હાઈવે પરથી 1.77 કરોડનો દારૂ પકડ્યો, ત્યારે આ સમગ્ર પોલ ઉઘાડી પડી હતી.

Gangster Anil Pandya Jat Dubai Arrest

વર્ચ્યુઅલ નંબર અને 50 કિમી સુધીની ‘વોચ’

અનિલ પાંડ્યા પોલીસથી બચવા માટે અત્યંત શાતિર મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. તે હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો, જેના કારણે તેનું લોકેશન ટ્રેસ કરવું અશક્ય બની જતું હતું. નવાઈની વાત તો એ છે કે, તે જ્યાં છુપાતો ત્યાંથી 50 કિમીના અંતર સુધી તેના માણસો વોચ રાખતા હતા, જેથી પોલીસની રેડ પડે તે પહેલાં જ તેને જાણ થઈ જતી અને તે ભાગી છૂટતો હતો.

Gangster Anil Pandya પર 39 થી વધુ ગંભીર ગુના

મૂળ રાજસ્થાનના સીકરનો વતની અનિલ પાંડ્યા વર્ષ 2007થી ગુનાખોરીમાં સક્રિય છે. તેના પર રાજસ્થાનમાં હત્યાના પ્રયાસ, લૂંટ અને ખંડણી જેવા 39 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ગુજરાતમાં તે દારૂની હેરાફેરીના 25 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. એક સમયે ચાની લારી પર કામ કરનારો અનિલ આજે અબજો રૂપિયાનું દારૂનું નેટવર્ક ચલાવતો હતો.

વડોદરા જિલ્લા પોલીસ હવે પાંડ્યા (Anil Pandya) નો કબજો મેળવી તેની પૂછપરછ કરશે. આ તપાસમાં પોલીસ વિભાગના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓ તેની સાથે સંકળાયેલા હતા, તેવા અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાવાની શક્યતા છે.


આ પણ વાંચો: DJ બંધ તો દારૂ વેચીશું’: પાટણમાં સાઉન્ડ માલિકોની ચીમકી

આ પણ વાંચો: ખેરાલુના પાંછા ગામે દારૂ પીનાર માટે ‘પાંજરા’ની સજા

આ પણ વાંચો: 37 દિવસ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો, દારૂના નશામાં માતા પાસે અભદ્ર માગણી કરતા પુત્રની પિતાએ હત્યા કરી