મંતવ્ય વિશેષ/ ડિસેમ્બર 2022માં ભાજપને 2 મોટા ઝટકા, 2 રાજ્યોમાં સત્તા પલટાઈ

રાહુલની સજા પર સ્ટે એ 2023માં ભાજપ માટેના આંચકોની યાદીમાં સૌથી લેટેસ્ટ છે. ચૂંટણીનાં પરિણામોથી લઈને કોર્ટના નિર્ણયો સુધી, હિંસક ઘટનાઓથી લઈને રાજકીય ઉથલપાથલ સુધી જોઈએ સંપૂર્ણ વિગત આજના અહેવાલમાં…

Mantavya Exclusive
Untitled 72 5 ડિસેમ્બર 2022માં ભાજપને 2 મોટા ઝટકા, 2 રાજ્યોમાં સત્તા પલટાઈ

માર્ચમાં રાહુલ ગાંધીને સુરતની નીચલી અદાલતે 2 વર્ષની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ તેને માન્ય રાખી હતી. તેના પર ભાજપે કહ્યું- આ નિર્ણય યોગ્ય અને આવકારદાયક છે. મામલાએ રાજકીય રંગ લીધો. હવે 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આ દોષિત ઠરાવ પર સ્ટે મૂક્યો હતો, તેથી તેને ભાજપ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે.

રાહુલની સજા પર સ્ટે એ 2023માં ભાજપ માટેના આંચકોની યાદીમાં સૌથી લેટેસ્ટ છે. ચૂંટણીનાં પરિણામોથી લઈને કોર્ટના નિર્ણયો સુધી, હિંસક ઘટનાઓથી લઈને રાજકીય ઉથલપાથલ સુધી; આજના મંતવ્ય વિશેષમાં જાણીશું કેમ 2023 નું વર્ષ સત્તા પક્ષ માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે

આમ આદમી પાર્ટી એ 15 વર્ષથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન કરી રહેલા ભાજપને હરાવીને બહુમતી મેળવી હતી આ ઝટકો એટલા માટે પણ મોટો હતો કારણ કે કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની એકમાં મર્જ કરી દીધી હતી. એક મેયર હોય તો તેની સત્તા દિલ્હીના સમકક્ષ થઈ જશે

હિમાચલ પ્રદેશમાં 2017 ની વિધાનસભા ચૂંટણીમાં 44 બેઠકો જીતનારી ભાજપ આ વખતે માત્ર 25 બેઠકો પર જ સમય થઈ ગઈ કોંગ્રેસ એ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી

2023 ની વાત કરીએ તો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સત્તા રૂઢ ભાજપને હરાવી કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડકે કહ્યું ભાજપ ટુનું મારતું હતું કે કોંગ્રેસમુક્ત ભારત બનાવીશું હવે હકીકત છે કે ભાજપ દક્ષિણ ભારત મુક્ત થઈ ચૂક્યું છે

બીજા ઝટકા ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના મોટા  નિર્ણયો જેની અંદર સમાવેશ થાય છે 3 માર્ચ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે એક પેનલ ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે તેમાં વડાપ્રધાન લોકસભામાં વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સામેલ હશે

 11 મે 2023 ના રોજ સુપ્રીમ કોર્ટેજ સ્પષ્ટ પણે કહ્યું કે દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ નો અધિકાર દિલ્હી સરકાર પાસે હશે લેફ્ટનન્ટ ગવર્નર પાસે નહીં જોકે 19મીના રોજ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ નિર્ણય બદલ્યો હતો

 11 જુલાઈ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટ ઇડી ડિરેક્ટર સંજય મિશ્રા નું કાર્યકાળ 30 વખત લંબાવવાના કેન્દ્રના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો સરકારની અરજી બાદ કોર્ટે કહ્યું કે તેમનું કાર્યકાળ 15 સપ્ટેમ્બર ની મધ્યરાત્રીએ સમાપ્ત થશે

20 જુલાઈ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે મણીપુર હિંસા અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા કહ્યું કે જો સરકાર કંઈ નથી કરતી તો અમારે હસ્તક્ષેપ કરવો પડશે તેના જવાબમાં કેન્દ્રએ કહ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઇની સોંપવામાં આવી છે કોટી સરકારને અનેક આકરા સવાલો કર્યા

4 ઓગસ્ટ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કીસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી 133 દિવસ પહેલા સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે આજ કેસમાં રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી રાહુલને ફરી સાંસદ જાહેર કરવામાં આવશે સરકારી આવાસ મળશે ચૂંટણી લડી શકશે

મોટી ઘટનાઓની વાત કરીએ તો

બાલાસોર ટ્રેન અકસ્માત

2 જૂન 2023ની સાંજે, ઓડિશાના બાલાસોરમાં બદાનગા બજાર સ્ટેશન નજીક ત્રણ ટ્રેનો અથડાઈ હતી. આ અકસ્માતમાં 292 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 1000 લોકો ઘાયલ થયા હતા. 1995 પછી આ સૌથી મોટો ટ્રેન અકસ્માત હતો.

મણિપુર હિંસા

મણિપુર છેલ્લા 90 દિવસથી સળગી રહ્યું છે. મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા અટકી ન હતી. અત્યાર સુધીમાં લગભગ 150 લોકો માર્યા ગયા, 70 હજાર બેઘર બન્યા. મહિલાઓની નિર્વસ્ત્ર પરેડના વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે.

નુંહ હિંસા

31મી જુલાઇએ હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રા દરમિયાન પથ્થરમારાથી શરૂ થયેલી હિંસા 9 જિલ્લામાં ફેલાઇ ગઇ હતી. 6 લોકોનાં મોત. તેમાં 2 ડોમગાર્ડ જવાન પણ સામેલ છે, નૃહમાં 4 અને ગુરુગ્રામમાં 2 મોત થયાં છે. રાજધાનીને અડીને આવેલા આ વિસ્તારોમાં હિંસા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

રાજકીય ઉથલપાથલમાં વાત કરીએ તો સાત જાન્યુઆરી 2023 ના રોજ બિહાર સરકારે રાજ્યમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું

ભાજપનું કહેવું છે કે જાતિની વસ્તી ગણતરીનો વિરોધ નથી પરંતુ તે આ મુદ્દે વ્યાપક સર્વ સંમતિ ઈચ્છે છે

કેટલાક રાજકીય પંડિતો મારે છે કે જાતિની વસ્તી ગણતરીથી હિન્દુ મતોનું વિભાજન થશે જે ભાજપની રાજકીય રીતે મોંઘું પડી શકે છે નીતીશ ના પગલાએ ભાજપને મૂંઝવણમાં મૂકી દીધી છે

18 જુલાઈ 20023 ના રોજ બેંગ્લોરમાં 26 પક્ષી પક્ષો એક થયા અને ભારત જોડાણ ની રચના કરી રાહુલ ગાંધીએ કહ્યું લડાઈ એનડીએ અને india ની છે તેની વિચારધારા india ની છે

તમે જાણો છો કે જ્યારે કોઈ ઇન્ડિયા સામે ઊભું થાય ત્યારે કોણ જીતે છે?

રાજકીય નિષ્ણાતો 2024 ની ચૂંટણી પહેલા 26 પક્ષોના એકસાથે આવવાને પણ ભાજપ સામે એક મોટી રાજકીય ઘટના ગણાવી રહ્યા છે.

28 મેના રોજ પીએમ મોદીએ સંસદની નવી ઇમારતનું ઉદઘાટન કર્યું હતું આ સમારોહ 19 વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો વિપક્ષનો આરોપ છે કે સરકારે સંસદમાંથી લોકશાહીના આત્માને નીકાળી દીધો છે વિપક્ષની માંગ હતી કે સંસદનો ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ કારણ કે તે સર્વોચ્ચ બંધારણીય પદ છે

ડિસેમ્બર 2022માં, 2023ની શરૂરખાત ગુજરાત વિધાનસભામાં પહેલાં, ભાજપે કોંગ્રેસની નીચેથી જમીન ખસકાવી દીધી છે.

182 બેઠકોની વિધાનસભામાં ભાજપને 156 અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી.

2022માં યોજાયેલી ત્રિપુરા અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધન સરકાર બચાવવામાં સફળ રહ્યું હતું.

11 મે 2023ના રોજ સુપ્રીમ કોર્ટે શિન્દેની શિવસેના અને ભાજપની ગઠબંધન સરકારને માન્ય ગણાવી હતી. જો કે એ કહેવું જરૂરી છે કે જૂન 2022માં મહારાષ્ટ્રન રાજ્યપાલ ભગત સિંહ કૌશીરીએ નિયમ હેઠળ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો ન હતો.

2 જુલાઈ 2023ના રોજ, NCPનેતા અજિત પવાર ભાજપ શિંદે ગઠબંધનમાં જોડાયા અને નારાબ મુખ્યમંત્રી તરીકે રાય લીધા.

એવું માનવામાં આવે છે કે આનાથી સિંદે પરની ભાજપથી નિર્માતા ઓછી થશે અને આવનારી ચૂંટણીમાં તેનો ફાયદો થશે.

આગામી દિવસોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી છે. છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, તેલંગાણામાં BRS છે જ્યારે MPમાં ભાજપની સરકાર છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી 23 અરજીઓ પર 2 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટના સ્ટેન્ડ પર સૌની નજર રહેશે, 2024ની ચૂંટણી પહેલાં પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ આ મુદ્દે કેવી રીતે કૉડની રણશિંગૂ ફૂંક્યું છે. ભાજપ સરકાર આગળ વધે છે તે જોવું પણ રસપ્રદ રહેશે, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના Aડા સર્વેક્ષણ માટે પરવાનગી આપવામાં આવી છે. આ સર્વેમાં શું બઠાર આવે છે અને ભાજપ તેના પર શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!