અનોખી રંગોળી/ સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

સુરતમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વુડન રંગોળી અને દીવડાઓની ડિમાન્ડ દેશ-વિદેશોમાં વધી રહી છે.સુરતની એક સંસ્થા દ્વારા મહિલાઓની મદદથી વુડન રંગોળી, દીવડા સહિતની દિવાળીને લગતી ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 02T165406.022 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

@અમિત રૂપાપરા 

Surat News: દિવાળીને પ્રકાશનો પર્વ કહેવાય છે. દિવાળીના તહેવારમાં લોકોના ઘર રોશનીથી ઝગમગી ઉઠતા હોય છે. તો લોકો દિવાળી પહેલા પોતાના ઘરને શણગારતા પણ હોય છે. ત્યારે અત્યારથી જ સુરતની બજારોમાં અવનવી રંગોળી તેમજ અલગ અલગ ડિઝાઇનના દીવડાઓની માગ વધી રહી છે. ત્યારે સુરતમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વુડન રંગોળી અને દીવડાઓની ડિમાન્ડ દેશ-વિદેશોમાં વધી રહી છે.સુરતની એક સંસ્થા દ્વારા મહિલાઓની મદદથી વુડન રંગોળી, દીવડા સહિતની દિવાળીને લગતી ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેની ડિમાન્ડ પણ ખૂબ વધી રહી છે.

Untitled 1 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકલ ફોર વોકલનું સૂત્ર આપવામાં આવ્યું છે. આ સૂત્રને સુરતની મહિલાએ સાર્થક કર્યું છે. સુરતના આર્ટિસ્ટ ડિમ્પલ લોટવાળા અને તેમની સંસ્થા કલા ક્રિએટિવ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકારના શણગાર વાળા દીવડા તેમજ વુડન રંગોળી તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ લોટવાળાની સંસ્થા વર્ષ 2010થી કાર્યરત છે. તેમને પોતાની સંસ્થામાં મહિલાઓની મદદથી દીવડા બનાવવાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકોની ડિમાન્ડ અનુસાર વુડન બ્લોકની રંગોળીથી લઈ સ્વસ્તિક, શુભ-લાભના ચિહ્નો તેમજ વુડનના પગલાં પણ બનાવે છે.

Untitled 1 1 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

ડિમ્પલ લોટવાળા દ્વારા દિવાળીના તહેવારને લઈને જે અલગ અલગ મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. તેના પર અલગ અલગ ડિઝાઇનમાં સ્ટોન મોતી અને ડાયમંડનો શણગાર પણ કરવામાં આવે છે. તો દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘર આંગણે રંગોળી દોરતા હોય છે પરંતુ ઘણી વખત આ રંગોળી દોરવામા લોકોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે લોકોને આ મુશ્કેલીને ધ્યાનમાં લઈને વુડન રંગોળી તૈયાર કરવામાં આવી છે જેમાં લાકડાના અલગ અલગ શેપના ટુકડા કાપીને તેના પર કલરકામ અને ત્યારબાદ ડાયમંડ સ્ટોર તેમજ મોતી નું વર્ક કરી આ વુડન બ્લોક થી આખી રંગોળી તૈયાર કરવામાં આવે છે અને હાલ આ વુડન બ્લોક થી તૈયાર થયેલી રંગોળીની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે.

Untitled 1 2 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

વુડન બ્લોકની રંગોળી સંપૂર્ણ હેન્ડ મેક રંગોળી છે. તો બીજી તરફ વર્તમાન સમયમાં ઓનલાઇન ઓર્ડર ની ડિમાન્ડ વધારે હોવાથી વિદેશમાંથી પણ આ વુડન રંગોળીના ફોલ્ડર તેમને મળી રહ્યા છે જણાવ્યું હતું કે બહારના દેશોમાંથી જ 70% જેટલી ડિમાન્ડ આ રંગોળીની છે અને ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યું ટેકસાસ,અમેરિકા,ન્યુયોર્ક,લંડન જેવા દેશોમાંથી રંગોળીની ડિમાન્ડ આવી રહી છે. આ ઉપરાંત તેમના દ્વારા અલગ અલગ પ્રકારના એન્ટિક કી હોલ્ડર પણ બનાવવામાં આવે છે અને જેની ડિમાન્ડ પણ આ વર્ષે ખૂબ સારી થઈ રહી છે.

Untitled 1 3 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ

ડિમ્પલ લોટવાળા દ્વારા માત્ર વુડન રંગોળી જ નહીં પરંતુ માટીમાંથી જે દીવા બન્યા હોય તેને પણ અલગ રીતે શણગારવામાં આવે છે. આ ઉપરાંત આ કામ થકી અન્ય મહિલાઓને પણ રોજગારી મળી શકે તે માટે તેઓ સુરત મહાનગરપાલિકાની સખી મંડળની મહિલાઓને પણ ખાસ ટ્રેનિંગ આપે છે. જેથી કરીને અન્ય મહિલાઓ પણ આ જ પ્રકારે એન્ટિક વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી પોતે પગભર થઈ શકે અને તેઓ પણ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે.


whatsapp ad White Font big size 2 4 સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા