student molestation/ IIT BHUની વિદ્યાર્થીની છેડતીના વિરોધમાં ABVPનું પણ સમર્થન

IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતી મામલે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે ધરણાં પર બેઠા. વિદ્યાર્થીનીની છેડતીના વિરોધ પ્રદર્શનમાં ABVP પણ સમર્થન આપ્યું છે.

Top Stories India Uncategorized
YouTube Thumbnail 13 IIT BHUની વિદ્યાર્થીની છેડતીના વિરોધમાં ABVPનું પણ સમર્થન

IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતી મામલે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે ધરણાં પર બેઠા. વિદ્યાર્થીનીની છેડતીના વિરોધ પ્રદર્શનમાં ABVP પણ સમર્થન આપ્યું છે. વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બુધવારે મોડી રાત્રે બનવા પામી હતી.

કેટલાક ગુંડા તત્વોએ IIT BHUની વિદ્યાર્થીની સાથે છેડતી કરી અને. તેનો વીડિયો પણ બનાવ્યો. આ સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે IITના વિદ્યાર્થીઓ ધરમરાજ છાત્રાલય ચારરસ્તા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યુવતી સાથે બનેલ ઘટના અંગે ન્યાયની માંગણી કરવામાં આવી. તેમજ જ્યાં સુધી આ ગુંડા તત્વોને જેલભેગા નહી કરાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી.

BHUની છાત્રા સાથે છેડતીની ઘટના બનતા કોલેજની અન્ય વિદ્યાર્થીઓ પણ સુરક્ષાને લઈને વહીવટીતંત્રને સવાલ કર્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઘટનાનને લઈને વિરોધ નોંધાવતા પ્રદર્શન કરી રહ્યા છે. ધરમરાજ છાત્રાલય ચારરસ્તા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. તેના હાથમાં હેશટેગ કેમ્પસ ક્લોઝ્ડ અને હેશટેગ જસ્ટિસ લખેલા પ્લેકાર્ડ પણ જોવા મળ્યા હતા.

છાત્રાની છેડતીની ઘટનાને ABVP વખોડતા કોલેજ પ્રશાસસની ટીકા કરી. તેમજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સાથ આપતા પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો કર્યા છે. આ સાથે એબીવીપીએ દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરતા વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી.


whatsapp ad White Font big size 2 4 IIT BHUની વિદ્યાર્થીની છેડતીના વિરોધમાં ABVPનું પણ સમર્થન


આ પણ વાંચો : Spain Princess/ સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, ‘જન્મદિવસે લીધા શપથ

આ પણ વાંચો : Mosab Hassan/ આતંકી સંગઠન હમાસના નેતાના પુત્રએ ભારતના વખાણ કેમ કર્યા?

આ પણ વાંચો : Fertilizer Scam/ માંડવીમાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ: બેની ધરપકડ