fertilizer scam/ માંડવીમાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ: બેની ધરપકડ

ખેડૂતોની ફરિયાદ હતી કે તેમને મળતું ખાતર સરકાર આપે છે તેના કરતા જથ્થામાં ઓછું હોય છે. બીજા શબ્દોમાં સરકારે નક્કી કરેલું પૂરેપૂરુ ખાતર ખેડૂતોને મળતું ન હતું. પણ ક્યાંથી મળે. ખાતર સગેવગે થઈ જતું હોય તો હાથમાં ક્યાંથી આવે.

Top Stories Gujarat
YouTube Thumbnail 79 માંડવીમાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ: બેની ધરપકડ

ભુજઃ ખેડૂતોની ફરિયાદ હતી કે તેમને મળતું ખાતર સરકાર આપે છે તેના કરતા જથ્થામાં ઓછું હોય છે. બીજા શબ્દોમાં સરકારે નક્કી કરેલું પૂરેપૂરુ ખાતર ખેડૂતોને મળતું ન હતું. પણ ક્યાંથી મળે. ખાતર સગેવગે થઈ જતું હોય તો હાથમાં ક્યાંથી આવે. કચ્છના માંડવીમાં સબસિડીવાળા સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ધુણાઈ ગામે ખાતરમાં ભેળસેળ કરીને નિકાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે બે ઇસમો સામે કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. નિકાસકાર દિનેશ પટેલ અને એગ્રો શોપના માલિક શૈલેષ ડાભી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિકાસકાર દિનેશ પટેલ અને એગ્રો શોપના માલિક શૈલેષ ડાભી સામે ફરિયાદ નોંધાઈ છે. નારણપર રાવરી ગામના શૈલેષ ડાભીની પોલીસે અટકાયત કરી છે. ખાતરમાં ભેળસેળ કરીને આફ્રિકામાં ગેરકાયદેસર રીતે તેની નિકાસ કરવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી 17.82 લાખની કિંમતનું સબસિડીયુક્ત ખાતર જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલે સુધી સરકારી ખાતરમાં ભેળસેળ કરી છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ બહુ મોટાપાયા પર માલની ભેળસેળ કરી છે અને આવો ભેળસેળવાળો માલે ખેડૂતોને પણ આપવામાં આવ્યો છે. બજારમાં પણ મૂકાયો છે અને તેની નિકાસ પણ કરવામાં આવી છે. તેથી હવે તેમની લાંબી પૂછપરછ પરથી જ તેનો સાચો અંદાજ મળી શકશે.


whatsapp ad White Font big size 2 4 માંડવીમાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ: બેની ધરપકડ


આ પણ વાંચોઃ Mosab Hassan/ આતંકી સંગઠન હમાસના નેતાના પુત્રએ ભારતના વખાણ કેમ કર્યા?

આ પણ વાંચોઃ IND Vs SL Live/ વિરાટ બાદ ગીલે અડધી સદી ફટકારી, ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

આ પણ વાંચોઃ Spain Princess/ સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, ‘જન્મદિવસે લીધા શપથ’