Mosab Hassan/ આતંકી સંગઠન હમાસના નેતાના પુત્રએ ભારતના વખાણ કેમ કર્યા?

પેલેસ્ટિનિયન આતંકી સંગઠન હમાસની શરૂઆત કરનારા સભ્યોમાંથી એક શેખ હસન યુસુફનો પુત્ર મોસાબ હસન ફરી એકવાર ચર્ચામાં છે.

Top Stories
YouTube Thumbnail 2023 11 02T154521.443 આતંકી સંગઠન હમાસના નેતાના પુત્રએ ભારતના વખાણ કેમ કર્યા?

પેલેસ્ટિનિયન આતંકી સંગઠન હમાસની શરૂઆત કરનારા સભ્યોમાંથી એક શેખ હસન યુસુફનો પુત્ર મોસાબ હસન ફરી એકવાર ચર્ચામાં છે. તેના પિતાએ ઘણા વર્ષો પહેલા મોસાબ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. હાલમાં જ તેણે એક ભારતીય ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને આ ઈન્ટરવ્યુમાં તેમણે ભારતીયો અને ખાસ કરીને હિંદુઓના વખાણ કર્યા હતા. મોસાબ ખૂબ જ ખુશ છે કે ભારતીયો, ખાસ કરીને હિંદુ સમુદાયે આગળ આવીને હમાસ જેવા આતંકી સંગઠનો સામે અવાજ ઉઠાવ્યો છે. લોકો મોસાબને તેના પુસ્તક ‘સન ઓફ હમાસ’ના કારણે જાણીતા છે.

મોસાબે તેના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, મુસ્લિમો ક્યારેય અન્ય સમુદાયો સાથે રહી શકતા નથી અને તેઓ આમ કરવા માગતા નથી. મોસાબે આગળ કહ્યું કે,હિંદુઓને કોઈ સમસ્યા નથી, ખ્રિસ્તી અને યહૂદીઓ પણ સાથે રહે છે. ત્યારે સવાલ એ થાય છે કે હિંસા હંમેશા મુસ્લિમો તરફથી જ કેમ થાય છે. મને આ દુનિયામાં ભારતીયો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ અને દરેક સાથે મળીને રહે છે, તેની સાથે મને કોઈ સમસ્યા નથી. આવી સ્થિતિમાં હમાસ અને અન્ય કોઈપણ ઈસ્લામિક ચળવળને ખતમ કરવાની જરૂર છે. આપણે તેને ખૂબ સ્પષ્ટ અને મોટેથી કહેવું પડશે. ધાર્મિક આતંકવાદ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. મોસાબે કહ્યું કે તેમણે ઈસ્લામવાદી વિચારધારાને નકારી કાઢી હતી અને હિંસાને ના કહેવાને કારણે તેણે ઘણું સહન કરવું પડ્યું હતું જે મૃત્યુ સમાન હતું.

મોસાબના શબ્દોમાં, ‘મારા આખા દેશે મને દૂર રાખ્યો છે. મને શેતાન જાહેર કરવામાં આવ્યો. આ એટલા માટે છે કારણ કે મેં હિંસા, લોહિયાળ અને આત્મઘાતી હુમલાને ના કહ્યું હતું. તેઓ તેમના માર્ગોને અનુસરતા નથી તેવા કોઈપણ સાથે તે જ કરે છે. હું બંને પક્ષોને જાણું છું અને તેના આધારે હું કહું છું કે આપણે ઈઝરાયલની પાછળ એક થવું પડશે.

યુસુફે એમ પણ કહ્યું કે હમાસની માનસિકતાને ખતમ કરવાની જરૂર છે. તેમને કહેવાની જરૂર છે કે આ જીવન જીવવાની રીત નથી. તે એકદમ ક્રૂર છે. અમે એવા જૂથને સ્વીકારતા નથી જે ઇસ્લામિક દેશ બનાવવા માટે સમગ્ર જાતિ પર પ્રભુત્વ અને શાસન કરવા માગે છે. પૃથ્વી માત્ર હમાસ કે મુસ્લિમોની નથી.

મોસાબે આગળ કહ્યું, ‘ભારતમાં મારી સેના, જેઓ કૃષ્ણ અને ગીતા અને ઉપનિષદોને સમજે છે, તેઓએ પોતાનો કમર કસી લેવાની જરૂર છે અને વિશ્વમાં આ લઘુમતીઓને બતાવવાની જરૂર છે કે ઇસ્લામિક વિચારધારાને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. તેઓ જે રીતે હિંસા ફેલાવે છે અને જે રીતે તેઓ પોતાનો એજન્ડા હાંસલ કરવા માંગે છે તે સ્વીકાર્ય નથી. હિંસા દ્વારા નહીં પણ ભારતીયોએ આગળ વધવું જોઈએ. પરંતુ તેઓએ મક્કમ રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની ઈસ્લામિક દખલગીરી સ્વીકારવી જોઈએ નહીં. હમાસ છોડ્યા બાદ, મોસાબેહે 10 વર્ષ સુધી શિન બેટ માટે માહિતી આપનાર તરીકે કામ કર્યું. શિન બેટ ઈઝરાયલની આંતરિક સુરક્ષા એજન્સી છે જે હમાસની ગતિવિધિઓ પર નજર રાખે છે. હવે તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે અને અમેરિકામાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 આતંકી સંગઠન હમાસના નેતાના પુત્રએ ભારતના વખાણ કેમ કર્યા?


આ પણ વાંચો: IND Vs SL Live/ વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર, શ્રીલંકાના બોલરોની હાલત ખરાબ

આ પણ વાંચો: રાહતરૂપ નિર્ણય/ પશુપાલકોને દિવાળીની બોણી કરી આપતો કેન્દ્રનો નિર્ણય

આ પણ વાંચો: Fundamental Rights/ ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો