Not Set/ મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી તેમજ શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન

સમગ્ર દેશમાં કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તેમાં મોટો ફાળો મહારાષ્ટ્રનો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 92,000 કરતા વધારે કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 40,000 કરતાં વધારે નવા કેસો મળી આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્ર

Top Stories India
maharashtr big breaking મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી તેમજ શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન

સમગ્ર દેશમાં કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તેમાં મોટો ફાળો મહારાષ્ટ્રનો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 92,000 કરતા વધારે કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 49,000 કરતાં વધારે નવા કેસો મળી આવ્યા છે. કોરોનાના આંકડા જે રીતે ભયજનક રીતે વધી રહ્યા હતા તેને લઈને મહારાષ્ટ્ર સરકાર ગમે તે ઘડીએ લોકડાઉન માટે નિર્ણય લઈ શકે છે તે પ્રકારની ચેતવણી ઉચ્ચારી રહી હતી, ત્યારે આજે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉનનું એલાન કર્યું છે.જ્યારે શનિ અને રવિવારે સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવશે.

મૂહતોડ જવાબ / અફઘાનીસ્તાનમાં 82 આતંકીઓનો સફાયો કરાયો, સેનાની જબરદસ્ત કાર્યવાહી

શનિવારે અહીં 49,447 નવા દર્દીઓ મળી આવ્યા છે. 37,821 દર્દીઓ રિકવર થયા છે થયા અને 277 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29.53 લાખ લોકો મહામારીથી પ્રભાવિત થયા છે. તેમાંથી 24.95 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,656 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 1.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

udhhav મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી તેમજ શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન

આજે મળેલી કેબિનેટની બેઠક અંતર્ગત સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. જે અંતર્ગત મહારાષ્ટ્રમાં હવે કોરોનાની માર્ગદર્શિકા હેઠળ આવતા નિયમો વધારે કડક બનાવવામાં આવશે.જોકે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બેઠક અંતર્ગત ઘણા બધા મંત્રીઓએ આ બાબતને લઈને વિરોધ કર્યો હતો અને બેઠકની અંદર ગરમા-ગરમ ચર્ચાઓ થઈ હતી.પરંતુ મહારાષ્ટ્રમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તે જોતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાની ફરજ પડી રહી હોય આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

બબાલ / ગુજરાતમાં રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં બબાલ, કાળો વાવટો બતાવી કર્યો વિરોધ

Maharashtra Covid-19 Cases Uddhav Thackeray Leads Maharashtra Cabinet Meet

મહારાષ્ટ્રમાં કોરોનાની નવી માર્ગદર્શિકા અન્વયે જે નિયમો નું ખાસ પાલન કરવાનું છે તેમા હોટલ અને રેસ્ટોરન્ટમાં થી માત્ર ભોજન ઘરે લઈ જઈ શકાશે પરંતુ ત્યાં જાહેરમાં ભોજન કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અત્યાર સુધી જે રીતે સામાન્ય જનજીવન ચાલી રહ્યું હતું તેના બદલે કોરોના ની માર્ગદર્શિકા ને ધ્યાનમાં રાખી અને તેનો મહારાષ્ટ્રના નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

બોલીવૂડમાં છવાયો શોક / બોલિવૂડના લોકપ્રિય દાદી શશિકલાનું 88 વર્ષની વય નિધન

After 3 Months, Maharashtra Records More Than 6,000 New COVID-19 Cases

આ ઉપરાંત નવા નિયમો આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે.જે અન્વયે પાર્થ બગીચા રમત-ગમતના મેદાનો સહિતના જાહેર સ્થળો મુલાકાત, વ્યાયામ કે ફરવા માટે સંપૂર્ણ બંધ રહેશે. તેમજ તમામ નાગરિકોએ આ માર્ગદર્શિકા અનુસરવાની રહેશે અને જેઓ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે પરિસ્થિતિ ઝડપથી બગડતી જાય છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 92,943થી વધુ કોરોના સંક્રમણના કેસ ભારતમાં મળી આવ્યા છે. તે જ સમયે કોરોનાથી એક જ દિવસમાં 514 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ કુલ કેસનો આંકડો સવા કરોડ પર પહોંચ્યો છે જ્યારે કોરોના સક્રિય કેસ 6.87 લાખ નોંધવામાં આવ્યા છે.આ સમયગાળા દરમિયાન, 60,059 લોકો રિકવર થયા છે. અને 514 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે . એક જ દિવસમાં મળેલા કેસ વિશે વાત કરો, તો પછી પાછલા 197 દિવસોમાં (સાડા 6 મહિના) માં, આવા મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત લોકોની ઓળખ કરવામાં આવી છે. આ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ 92,574 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. સતત બીજા દિવસે મૃત્યુ કેસમાં 500 થી વધુ લોકોના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે 713 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…