Not Set/ અબુ ધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં રમશે યુવરાજ સિંહ, મરાઠા અરેબિયન ટીમનો બનશે હિસ્સો

ભારતનાં ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 15 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી અબુધાબી ટી-10 ક્રિકેટ લીગમાં મરાઠા અરેબિયન ટીમનાં ભારતીય પ્રતિનિધિ તરીકે રમશે. યુવરાજ મરાઠા અરેબિયને તાજેતરમાં જ ઝિમ્બાબ્વેનાં કેપ્ટન અને ઇંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવરને તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવો ગત સીઝનની જેમ આ વખતે પણ […]

Top Stories Sports
Yuvraj Singh અબુ ધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં રમશે યુવરાજ સિંહ, મરાઠા અરેબિયન ટીમનો બનશે હિસ્સો

ભારતનાં ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 15 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી અબુધાબી ટી-10 ક્રિકેટ લીગમાં મરાઠા અરેબિયન ટીમનાં ભારતીય પ્રતિનિધિ તરીકે રમશે. યુવરાજ મરાઠા અરેબિયને તાજેતરમાં જ ઝિમ્બાબ્વેનાં કેપ્ટન અને ઇંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવરને તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવો ગત સીઝનની જેમ આ વખતે પણ કેપ્ટનશીપ સંભાળશે.

ફ્રેન્ચાઇઝીએ શ્રીલંકાનાં ટ્વેન્ટી -20 કેપ્ટન લસિથ મલિંગા અને અફઘાનિસ્તાનનાં હઝરતુલ્લાહ જજઇ અને નજીબુલ્લાહ જાદરાનને ટીમમાં પરત કર્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિનને આઇકન પ્લેયર પસંદ કરાયો છે. યુવરાજે કહ્યું, “આ એક નવું ફોર્મેટ છે જેનો ભાગ બનીને હું ખુશ છું. હું ટીમમાં વિશ્વનાં ઘણા મોટા ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સાહિત છું. આ ફોર્મેટ રમત માટે ખૂબ જ રસપ્રદ રહેશે સાથે તેમાં ઘણી મહેનતની પણ જરૂર રહેશે.”

યુવરાજ 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપની ભારતની વિજેતા ટીમનો ભાગ રહી ચુક્યો છે. આ વર્ષની શરૂઆતમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. વધુમાં યુવરાજે કહ્યું, “આ એક નવું ફોર્મેટ છે જેનો ભાગ બનીને હું ખુશ છું.” હું ટીમમાં વિશ્વનાં ઘણા મોટા ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સાહિત છું. આ ફોર્મેટ રમત માટે ખૂબ જ રસપ્રદ રહેશે. આપને જણાવી દઇએ કે, બોલીવુડનાં કલાકારો સોહેલ ખાન, એક્વા પ્રોપર્ટીઝનાં અલી તુમ્બી અને પેસિફિક વેન્ચર્સનાં પરવેઝ ખાન મરાઠા અરેબિયનનાં સહ-માલિકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.