Not Set/ RISAT 2B સેટેલાઈટ લોન્ચ,સરહદ પર ઘૂસપેઠથી લઈ હવામાન પર રાખશે નજર

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી 46 સાથે સેટેલાઇટ ‘આરઆઈસેટ-2 બી’ નું સફળ પ્રક્ષેપણ બુધવારે કર્યું.આ રડાર ઇમેજિંગ સેટેલાઈટ હવામાન પર દેખરેખ રાખશે. આ પ્રક્ષેપણ વહેલી સવારે 5 વાગે કરવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે પીએસએલપી46 ને આરઆઇસેટ-2 બીને પૃથ્વીની નીચી શ્રેણી (લો અર્થ ઓર્બિટ)માં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે. ઇસરોની […]

Top Stories India
yy6 1 RISAT 2B સેટેલાઈટ લોન્ચ,સરહદ પર ઘૂસપેઠથી લઈ હવામાન પર રાખશે નજર

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી 46 સાથે સેટેલાઇટ ‘આરઆઈસેટ-2 બી’ નું સફળ પ્રક્ષેપણ બુધવારે કર્યું.આ રડાર ઇમેજિંગ સેટેલાઈટ હવામાન પર દેખરેખ રાખશે.

આ પ્રક્ષેપણ વહેલી સવારે 5 વાગે કરવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે પીએસએલપી46 ને આરઆઇસેટ-2 બીને પૃથ્વીની નીચી શ્રેણી (લો અર્થ ઓર્બિટ)માં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે.

ઇસરોની તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, પીએસએલવી-સી46 ના તેના 48 માં મિશન પર બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટર જેટલુ દૂર શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી છોડવામાં આવ્યું છે.

આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણના 15 મિનિટ પછી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવશે. આ સેટેલાઇટ ગુપ્ત માહિતીઓનું મોનીટરીંગ, કૃષિ,વન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે.

ઈસરો પ્રમુખ કે શિવને સેટેલાઈટની સફળતા લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે.તેમણે કહ્યું, ‘મને આ માહિતી આપીને અત્યંત ખુશી થાય છે કે પીએસએલવી46 નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી સફળતા છે.’તેમણે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.

તેમણે આ મિશનને ‘ખૂબ જ મહત્વપૂર્ણ’ કહ્યું હતું. પ્રક્ષેપણથી પહેલા તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેનકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. કે શિવન મુજબ,આરઆઈસેટ-2 બી પછી, ઇસરો ચંદ્રયાન-2 પર કામ કરશે, જેને 9 થી 16 જુલાઈ વચ્ચે અવકાશમાં છોડવાનો  કાર્યક્રમ છે. ઇસરો 6 સપ્ટેમ્બર સુધી ચંદ્રયાન-2 ના રોવરને ચંદ્રમાની સપાટી પર ઉતારી શકે છે.