Covid-19/ તો શું ત્રીજી લહેર નજીક છે? સુરતની સિવિલ હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર

ડાયમંડ સિટી સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે વળી ત્રીજી લહેરની સંભાવતાને ધ્યાનમાં રાખતા શહેરની સિવિલ હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર કરવાનુ કહેવાઇ રહ્યુ છે.

Top Stories Gujarat Surat
સુરત સિવિલ હોસ્પિટલ
  • સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને તૈયારી
  • સિવિલ હોસ્પિટલમાં 1000 બેડ તૈયાર કરશે
  • 120 બેડનો ICUવોર્ડ તૈયાર કરાયો
  • સિવિલ હોસ્પિ.ના સ્ટીમસેલ બિલ્ડીંગમાં ગોઠવાઇ સામગ્રી
  • 10 માળ ઉપર બેડ સહિત સાધન સામગ્રી ગોઠવાઈ
  • સિવિલ હોસ્પિ.માં 650 થી વધુ વેન્ટિલેટરનો સ્ટોક
  • બગડેલા વેન્ટિલેટરનું રિપેરીંગ શરૂ કરાયું
  • હાલ 100 વેન્ટિલેટર જુદા જુદા વોર્ડમાં કાર્યરત

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. જે કેસનો આંક પહેલા 100 ની અંદર આવતો હતો તે હવે વધતા સરકાર અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. વળી બીજી તરફ સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ થઇ રહી છે. જણાવી દઇએ કે, રવિવારે સુરતમાં કોરોનાનાં 25 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં ઓમિક્રોનનો કહેર, ભારતમાં આજે પણ કોરોનાનાં માત્ર આટલા નોંધાયા કેસ

આપને જણાવી દઇએ કે, ડાયમંડ સિટી સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે વળી ત્રીજી લહેરની સંભાવતાને ધ્યાનમાં રાખતા શહેરની સિવિલ હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર કરાયા હોવાનુ કહેવાઇ રહ્યુ છે. અહી 120 બેડનો ICU વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલની સ્ટીમસેલ બિંલ્ડિંગમાં આ તમામ સામગ્રી ગોઠવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનાં 10 માળ ઉપર બેડ સહિત સાધન સામાગ્રીઓને યોગ્ય રૂતી ગોઠવવામાં આવ્યુ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં 650 થી વધુ વેન્ટિલેટરનો સ્ટોક ગોઠવવામાં આવ્યા છે. વળી અહી બગડેલા વેન્ટિલેટરનું રિપેરિંગ પણ શરૂ કરાયું છે. સુત્રોની વાત માનીએ તો સિવિલ હોસ્પિટલમાં 100 વેન્ટિલેટર જુદા જુદા વોર્ડમાં કાર્યરત છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / અમેરિકામાં ઓમિક્રોનના કહેર વચ્ચે મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં,જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં 177 કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે.  જ્યારે રાજકોટમાં 36 કેસ નોંધાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…