અમેરિકા/ અમેરિકાના રાષ્ટ્રપતિના જુતા પર મચી બબાલ

વિરોધીઓ ઉડાવી રહ્યા છે મજાક

Top Stories World
YouTube Thumbnail 14 2 અમેરિકાના રાષ્ટ્રપતિના જુતા પર મચી બબાલ

 

world News : અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના જૂતા પર બબાલ મચી ગઈ છે અને તેમના વિરોધીઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને પગલે રાજકારણ ગરમ છે બીજીતરફ બાઈડેનના નવા જૂતાને લઈને વિવાદ ઉભો થયો છે.

એક અખબારી અહેવાલ મુજબ બાઈડેન ગયા મહિને પોતાના વાદળી સુટ સાથે સ્નીકર્સ શૂઝ પહેરેલા નજરે ચડ્યા હતા. રિપોર્ટ મુજબ આ શૂઝ બાઈડેન માટે ખાસ ડિજાઈન કરાયેલા છે. આ શૂઝની ખાસ આ વાત એ છે કે  તેમાં પડવાનો ખતરો ઓછો હોય છે. એલી પણ ચર્ચા છે કે બાઈડેને જ આ જૂતા તૈયાર કરાવ્યા હતા. કારણકે અગાઉ તે ચાલતા ચાલતા ઘણીવાર પડી જતા હતા. જેને કારણે તેમના વિરોધીઓ તેમની ફીઝીકલ હેલ્થ પર સવાલ ઉઠાવતા હતા. રિપોર્ટ મુજબ બાઈડેને ગયા મહિને જે શૂઝ પહેર્યા હતા તે સ્નીકર્સ હોકા ટ્રાન્સપોર્ટ છે. જેને હોકા નામની બ્રાંડે તૈયાર કર્યા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની રિપબ્લિકન નેશનલ કમિટી (આરએનસી)એ આ શઊઝને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેનો વિડીયો પણ સોશિયલ નિડીયા પર પોસ્ટ કર્યો છે. એનઆરસીએ દાવો કર્યો છે કે બાઈડેનના વિશ્વાસુઓ તેમને નવા લાઈફસ્ટાઈલ સ્નીકર્સ પહેરવા મજબૂર કરી રહ્યા છે. આ શૂઝની કિંમત 150 ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય કિંમત મુજબ 13,000 રૂપિયા થાય છે.  હોકા ટ્રાન્સપોર્ટનો દાવો છે કે અન્ય શૂઝના મકાબલે આ સ્નીકર્સ વધુ સ્ટેબલ છે. તેને પહેરનારાને વધુ સપોર્ટ અને વોકીંગ કંફર્ટ મળે છે.

સોશિયલ મિડીયા પર એક યુઝરે લખ્યું છે કે પગમાં ઈજા થયા બાદ તેણે આ શૂઝ પહેરવાનું શરૂ કર્યું છે. ખરેખર તે સારા સ્નીકર્સ છે.

હોકા શૂ કંપની ફ્રાન્સની છે જોકે તેનું ગ્લૂલ હેડ ક્વાર્ટર અમેરિકામાં ચે. કંપની આ શૂઝ વિયેતનામ અને ચીનમાં બનાવે છે. કંપનીનો દાવો છે કે આ સ્નીકર્સ એટલા આરામદાયક છે કે તે પહેર્યા પછી તમે જાણે હવામાં ચાલી રહ્યા હોય એવું લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ