Suspicious death/ કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા સિહાગના પતિ અજયનું શંકાસ્પદ રીતે થયું મોત

કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા નંદલના પતિ અજય નંદલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું પૂજા સિહાગના પતિ અજયનું રોહતકમાં મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

Top Stories Sports
10 36 કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા સિહાગના પતિ અજયનું શંકાસ્પદ રીતે થયું મોત

કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા નંદલના પતિ અજય નંદલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું પૂજા સિહાગના પતિ અજયનું રોહતકમાં મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણ મિત્રોએ કારમાં થોડું ડ્રિંક પીધું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડતા  અજય નંદલનું મોત થયું હતું. જ્યારે બાકીના બે મિત્રો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અજય નંદલ રાષ્ટ્રીય સ્તરનો કુસ્તીબાજ પણ હતો. હાલ પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. પૂજા સિહાગે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2020માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજા સિહાગ રોહતકના ગઢી બોહરની રહેવાસી છે. તેણીના લગ્ન અજય નંદલ સાથે થયા છે. અજય નંદલ રાષ્ટ્રીય સ્તરનો કુસ્તીબાજ પણ છે. કોમનવેલ્થ ગેમ્સમાં પૂજા સિહાગ નંદલે 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં ઓસ્ટ્રેલિયાની નાઓમીને 11-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ તેણે કઝાકિસ્તાનમાં સિનિયર રેન્કિંગ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.પૂજાએ 17થી વધુ વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. પૂજાના લગ્ન ગયા વર્ષે નવેમ્બરમાં રોહતકના ગઢી બોહરના અજય નંદલ સાથે થયા હતા.