@અમિત રૂપાપરા
મોદી સરકારના 9 વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યોને લઈને સુરત ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડોક્ટર હર્ષવર્ધન અને બિહારના ધારાસભ્ય સંજય સરાઓગી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા અને ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂરા થતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તેમાં પણ ખાસ વિશેષ જન સંપર્ક અભિયાન અને તેમની સાથે વિવિધ કાર્યક્રમોની સાથે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડોક્ટર હર્ષવર્ધન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 વર્ષમાં ગરીબ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી છે તે બાબતે તેમને વાતચીત કરી હતી. આ ઉપરાંત અગાઉની સરકાર અને વર્તમાન ભાજપ સરકારના કાર્યો બાબતે પણ તેમને મીડિયા અને સંબોધન કર્યું હતું. દિલ્હીના સાંસદ ડોક્ટર હર્ષવર્ધન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અટલ બિહારી વાજપાઈ કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિ વધારે છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, અગાઉની સરકારની તુલનામાં મોંઘવારી ખૂબ ઓછી છે અને વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિ ગાંધીજી અને વિવેકાનંદ સમકક્ષ છે.
ઉપરાંત સાંસદ ડોક્ટર હર્ષવર્ધનને દેશમાં છેલ્લા નવ વર્ષમાં વધી રહેલી મોંઘવારી બાબતે સવાલ કરતા તેમને ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને અન્ય દેશોની ઇકોનોમી કરતા ભારતની ઇકોનોમી સતત આગળ વધી રહી છે. મહત્વની વાત છે કે, વર્તમાન સમયમાં મોંઘવારી ખૂબ જ વધી છે. 2014માં 1300 રૂપિયાના ભાવે મળતું સિંગતેલ આજે 2800ના ભાવે મળી રહ્યું છે. આ ઉપરાંત 450ના ભાવે મળતુંગેસ સિલિન્ડર આજે 1000 કરતા પણ વધુ કિંમતે મળી રહ્યો છે. અગાઉ ગેસ સિલિન્ડર પર ગરીબોને સબસીડી પણ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સબસીડી પણ આપવામાં આવતી નથી એટલે આ તમામ બાબતો પર જ્યારે સાંસદ ડોક્ટર હર્ષવર્ધનને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને એક જ વાત કહી કે, દેશ વિકાસ કરી રહ્યો છે અને દેશમાં ઘણા કાર્યો થઈ રહ્યા છે અને અન્ય દેશોની તુલનામાં ભારત આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:દમણમાં સાંસદના ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, જાણો કોણ છે ઉપલા ગૃહની રેસમાં આગળ
આ પણ વાંચો:જીમમાં યુવાન સાથે થયેલી મુલાકાત મહિલાને બરબાદ કરી ગઇ…વાંચો સુરતની સનસનાટીભરી ઘટના
