@અમિત રૂપાપરા
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાને ઇશ્વર પટેલ ઉર્ફે વિક્રમ રાણા નામના યુવક સાથે આશરે 8 વર્ષ પહેલાં જીમમાં મુલાકાત થઈ હતી. ત્યારબાદ વિક્રમ રાણા દ્વારા તે મહિલાને પોતાનાં વિશ્વાસમાં લઈ અવારનવાર તેની સાથે ફોન પર વાત કરતો હતો અને તેને પોતાની મજબૂરીઓનું બહાનું કરી તેની પાસેથી પૈસા પડાવતો હતો. જ્યારે મહિલાને વિક્રમ રાણા પર શંકા જતા તેને પોતાના નામે લીધે ફોરવિલર ગાડીઓના હપ્તા ભરી દેવા કહેતા તેને ધાકધમકી આપી પોતાના રૂમમાં બંધ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને જો કોઈને કહેશે તો તારા પતિને અને તારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી ફોરવીલ પણ કબજે કરી છે.
આજથી આશરે આઠેક વર્ષ પહેલા જ્યારે ડીંડોલીની આ મહિલા ઉધના ખાતેના જીમમાં જતી હતી. ત્યારે ઈશ્વર પટેલ ઉર્ફે વિક્રમ રાણા નામનો યુવક પણ તેની માતા સાથે જીમ પર આવતો હતો. યુવકની માતા અવારનવાર આ મહિલાની ઘરે આવતી હતી. જેનો ફાયદો ઉઠાવી વિક્રમ રાણાએ આ મહિલાનો નંબર તેના માતા પાસેથી લઈ આ મહિલા સાથે મીઠી મીઠી વાતો કરતો હતો અને તેને પોતાના વિશ્વાસમાં લઈ તેની પાસેથી મકાનના હપ્તા ભરવાના બહાને પૈસા પડાવતો હતો.
ત્યારબાદ આ વિક્રમ રાણાએ તે મહિલા ને જણાવેલ કે આપણે પર્સનલ લોન લઈને કંઈક મોટો વ્યવસાય શરૂ કરીએ. જેથી આ મહિલાએ વિશ્વાસમાં આવી જઈ વિક્રમ રાણા દ્વારા એક મહિલા અને એક પુરુષ સાથે આ મહિલાની મુલાકાત કરાવેલ ત્યારબાદ આ મહિલાએ પોતાના ડોક્યુમેન્ટ અને અન્ય કાગળો આ યુવકને આપેલ ત્યારબાદ વિક્રમ રાણાએ આ મહિલાના નામે પર્સનલ લોન લઈ અને 3 ફોરવીલરો લઈ બારોબાર વેચી દીધી હતી. ત્યારબાદ આ મહિલાને શંકા જતા તેને વિક્રમ રાણાને ફોન કરી તેના ઘરે મળવા ગયેલ અને કહેલ કે તે મારા નામે જે ફોરવીલરો લીધી છે તેના હપ્તા ભરી દે. જેથી વિક્રમ રાણાને ખબર પડતા આ મહિલાને કહ્યું કે મેં તારી સાથે છેતરપિંડી કરેલ છે એટલું કહી વિક્રમેં પોતાનો ઘરનો દરવાજો બંધ કરી આ મહિલા સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો.
ત્યારબાદ મહિલાને ધમકી આપી કે જે તું આ વાત કોઈને કહેશે તો તારા પતિ અને તારા દીકરીને જાનથી મારી નાખીશ. જેથી મહિલા ગભરાઈ જઈ આ વાત કોઈને કહી નહીં. ત્યારબાદ અવારનવાર આ વિક્રમ રાણા નામનો યુવક આ મહિલાના ઘરે આવી તેની પાસે પૈસાની માંગણી કરતો હતો અને જો તે પૈસા નહીં આપે તો તેના સંબંધ વિશે તેના પતિને જાણ કરી દેશે જેથી આ મહિલાએ તેના લગ્ન સંસારને બચાવવા હેતુ પતિના ચોરી છૂટી આ વિક્રમ રાણાને પૈસા આપતી હતી. ત્યારબાદ થોડા દિવસ અગાઉ આ મહિલાને ડીંડોલીમાં આવેલા ગાર્ડન પાસે બોલાવી વિક્રમ રાણાએ ફરીથી તેની શારીરિક છેડતી કરી હતી. જેથી મહિલા ગભરાઈ જઈ પાછી તેના ઘરે આવી ગઇ હતી.
ત્યારબાદ ફરી એકવાર એક મહિના અગાઉ આ વિક્રમ રાણા તે મહિલાને મળવા આવ્યો અને કહ્યું કે તારામાં હવે મજા નથી તારી દીકરી જવાન છે. જેથી તું મને તેની સાથે સંબંધ બાંધવા દે. ત્યારબાદ આ વિક્રમ ત્યાંથી ચાલ્યો ગયો અને ફરી 10 એક દિવસ બાદ મહિલાને ફોન કરીને જણાવ્યુ કે તારાથી કંઈ નહીં થાય તારા જેવી તો કેટલી ભાભીઓ મેં ફસાવી રાખી છે. તેથી મહિલા સતત ટેન્શનમાં રહેતી હતી ત્યારબાદ તેના તમામ બાબતો વિશે તેના પતિ સાથે ચર્ચા કરી અને તે ડીંડોલી પોલીસ સ્ટેશન આવી. આ તમામ બાબતની જાણ મહિલાએ પોલીસને કરી હતી તેથી ડીંડોલી પોલીસ દ્વારા મહિલા સાથે દોસ્તારમાં કરી તેને હેરાન પરેશાન કરનારા નરાધમની ધરપકડ કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:મહિલાને બ્લેકમેલ કરી રોકડા રૂપિયા અને સાત તોલા દાગીના પડાવનાર ઝડપાયો
આ પણ વાંચો:કાપડ વેપારીને છોકરીનો ફોટો મોકલી હની ટ્રેપમાં ફસાવી 50 લાખ પડાવ્યા, પોલીસે બે આરોપીની ધરપકડ કરી
આ પણ વાંચો:બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની
આ પણ વાંચો:ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન
