Not Set/ અમદાવાદઃ 7 થી 8 જ્વેલર્સને ત્યાં દરોડા, નોટબંધી બાદના વ્યવહારો ચકાસવામાં આવશે, રેડમાં 100 અધિકારી જોડાયા

અમદાવાદઃ ઇન્કમટેક્ષ વિભાગે અમદાવાદના માણેક ચોક, સી.જી. રોડ અને સેટેલાઇટ વિસ્તારમાં ઝવેરીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દેશમાં 500 અને 1000 ની નોટ બંધ થયા બાદ બેનામી સંપતીથી સોનાની ખરીદી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. IT દ્વારા 7 થી 8 જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. નોટબંધી બાદ થયેલા વ્યહારને IT વિભાગ દ્વારા ચકાસવામાં આવશે. […]

Gujarat

અમદાવાદઃ ઇન્કમટેક્ષ વિભાગે અમદાવાદના માણેક ચોક, સી.જી. રોડ અને સેટેલાઇટ વિસ્તારમાં ઝવેરીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દેશમાં 500 અને 1000 ની નોટ બંધ થયા બાદ બેનામી સંપતીથી સોનાની ખરીદી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. IT દ્વારા 7 થી 8 જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. નોટબંધી બાદ થયેલા વ્યહારને IT વિભાગ દ્વારા ચકાસવામાં આવશે. આ ઓપરેશનમાં IT વિભાગના 100 અધિકારીઓ જોડાયા છે. આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. IT ના દરોડાને પગલે જ્વલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નોટબંધીન બાદ સોનાના ભાવમાં રાતો રાત ઉછાળો આવ્યો હતો. જેમા 10 ગ્રામ સોનાના ભાવ સોનીઓ દ્વારા 60 હજાર સુધીના વસુલવામાં આવ્યા હતા.