Gujarat Local Body Election 2026/ ગીર-સોમનાથની ઉના નગરપાલિકામાં શાસક પક્ષને 36માંથી 12 બેઠક બિનહરીફ કરવામાં સફળતા

ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપે કુલ 36માંથી 12 બેઠક બિનહરીફ કરવામાં સફળતા મળી છે.

Top Stories Gujarat Others Breaking News

Girsomnath News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આના પગલે ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં પણ રાજકીય વાતાવરણ ગરમાગરમ થઈ ગયું છે. ગરમીનો પારો અને રાજકારણનો પારો બંને વચ્ચે જાણે હરીફાઈ લાગેલી છે કે કોણ કેટલું ઊંચે જાય. આ સંજોગોમાં ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપે કુલ 36માંથી 12 બેઠક બિનહરીફ કરવામાં સફળતા મળી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ટેકેદારો ખસી જતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. બીજી બાજુએ કોંગ્રેસનું ફોર્મ અમાન્ય થવાના કારણે તે રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. હવે ગીર-સોમનાથમાં ઉના નગરપાલિકાની 24 બેઠકો પર શાસક પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. આમ ઘણા લાંબા સમય પછી આમ આદમી પાર્ટી અને ભાજપ અહીં સામસામે જોવા મળ્યા છે. સામાન્ય રીતે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે ટક્કર જોવા મળતી હોય છે.

આના પગલે ઉના ભાજપમાં પણ રાજકીય પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્વાભાવિક રીતે શાસક પક્ષની સત્તાવિરોધી લહેરને ટાળવા માટે તે અવનવા હથકંડા અજમાવવાનો જ. તેથી શાસક પક્ષે ઉના નગરપાલિકામાં જે-જે કામ કર્યા છે તેના દાવા તે રજૂ કરી રહ્યુ છે. તેની સામે આમ આદમી પાર્ટી આ પ્રચારમાં શાસક પક્ષ કયા-કયા મોરચે નિષ્ફળ ગયો છે તેની રજૂઆત કરી રહી છે. આમ હાલમાં તો બંને રાજકીય પક્ષ એકબીજા સામે બરોબરની ટક્કરમાં છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેણે  વખતે બરોબર નાણી-નાણીને ઉમેદવાર ઊભા રાખ્યા છે, જે કોઈપણ પ્રકારના રાજકીય દબાણને વશ થાય તેમ નથી. તેણે કોંગ્રેસની જેમ ઉમેદવારો સંતાડવા પડે તેમ નથી એમ તેનું કહેવું છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર