Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં વધુ એક વોર્ડ રામોલ-હાથીજણમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવવાની છે ત્યારે તેને લઈને રાજકીય પક્ષોમાં પ્રચાર વેગવંતો બન્યો છે તે મતદાતાઓની ગરમી પણ ગરમીના પારા કરતાં વધુ ઊંચે ચડી ગઈ છે. તેનો પુરાવો શાસક પક્ષના ઉમેદવારને રવિવારે ચાખવા મળ્યો હતો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક વોર્ડ રામોલ-હાથીજણમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ખખડાવ્યા હતા. તેઓએ તેમને જણાવ્યું હતું કે વોટ લીધા પછી તમે અહીં ઢૂંકતા પણ નથી. પ્રજાની તકલીફોની ચિંતા પણ તમે લોકો કરતાં નથી. રસ્તાઓ પરના ખાડા, ખરાબ રોડ વિશે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં આ ફરિયાદ તંત્રને બહેરા કાને સંભળાઈને પરત ફરી છે. આમ છતાં તંત્રમાંથી કોઈ આગેવાન સુધ લેવા પણ ન આવ્યું. તેથી અમારી સોસાયટીમાં તમારે કોઈએ આવવાનું નહી, એમ એક જાગૃત મતદારે જણાવ્યું હતું.

અમદાવાદમાં લાંભામાં વિધાનસભ્ય અને ઉમેદવારો સામે હોબાળો મચ્યો છે. મોતીપુરામાં સભા દરમિયાન સ્થાનિકોએ ભાજપનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા દલિત યુવાનને કાર્યકરોએ માર માર્યાનો આરોપ પણ તેઓએ મૂક્યો છે. પ્રાથમિક સગવડોને લઈને સવાલ કરતાં બબાલ થઈ છે. ઉમેદવાર ચાંદની પટેલ અને વિધાનસભ્ય અમુલ ભટ્ટ સવાલોના મારાના કારણે રવાના થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા ભાજપ વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આમ અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં સ્થાનિકોએ ભાજપના ઉમેદવાર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. અગાઉ પૂર્વ કોર્પોરેટર લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા. લાંભાના પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડનો લોકોએ વિરોધ કર્યો હતો.પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો એવા વરસી પડ્યા હતા કે કોર્પોરેટર પોતે ચાલતી પકડવી પડી હતી. લોકોનો કોર્પોરેટરને સવાલ હતો કે અમે પાંચ-પાંચ વર્ષથી પીવાના પાણીની સમસ્યા ભોગવીએ છીએ તો તમે ત્યારે ક્યાં હતા. તમે અમારી આ સમસ્યાના ઉકેલ માટે શું કર્યુ, તમે અમારી આ સમસ્યાના મુદ્દે તંત્ર સમક્ષ કેટલી રજૂઆત કરી. અમારા સમર્થનમાં કેટલા ધરણા કર્યા.

આ બધાનો જવાબ આપવામાં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડ નિષ્ફળ ગયા હતા. લોકોએ તેમને યાદ અપાવ્યું હતું કે પાણી માટે તેમણે કેવા બ્હાના બતાવ્યા હતા. કાળુ ભરવાડનો આ રીતે લોકોએ ઉધડો લેતા લોકોએ ચાલતી પકડી હતી. લોકોના સવાલોના જવાબ આપવા શાસક પક્ષના પૂર્વ કોર્પોરેટરને ભારે પડી ગયા હતા. લોકોએ તેમને યાદ અપાવ્યું હતું કે પીવાનું પાણી પૂરુ પાડવાને લઈને તમે કેવા બ્હાના બતાવ્યા હતા.

આ સાથે લોકોનો સૌથી પહેલો સવાલ એ હતો કે ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી દેખાયા કેમ નહી. પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સુધ કેમ લીધી નહીં. પ્રજાની તકલીફોની કેમ પરવા કરી નહી. તેઓએ પાંચ વર્ષ સુધી પ્રજા કઈ સ્થિતિમાં જીવતી હતી તે જાણવાની પરવા કરી છે ખરી. હવે ચૂંટણી આવતા મોઢું દેખાડવા આવી ગયા. તમને મત માંગવા આવો છો, પરંતુ કયા આધારે માંગવા આવો છો તે જોતાં નથી. લોકોની તમને કોઈ ચિંતા નથી.

અમદાવાદના લાંભામાં ફક્ત ભાજપના કાળુ ભરવાડે જ નહીં વાસણામાં ગુપ્તાનગરમાં મત માંગવા ગયેલા ભાજપના મેહુલ શાહ વગેરે પણ લોકોના સવાલોથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે પ્રચાર પરત મૂકીને પરત જવું પડ્યુ હતુ. આ બતાવે છે કે જ્ કામ થયા ન હોય ત્યાં સ્થાનિક ઉમેદવારે પ્રજાના કેવા આક્રોશનો સામનો કરવો પડે છે. પ્રચાર માટે જનારા ઉમેદવારને પણ ખબર પડે કે લોકોની સ્થિતિ કેવી છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ