Not Set/ RMC દ્વારા આજથી સિરો સર્વેલન્સની કામગીરી : ચાર દિવસમાં ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે

આ દરેક વિસ્તારમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવશે જેમાં ૫ થી ૯ વર્ષ ના ૪, ૧૦ થી ૧૮ વર્ષ ના ૮ અને ૧૮ વર્ષ થી ઉપરના ૧૨ પુરુષ તેમજ ૧૨ સ્ત્રી ના સેમ્પલ લેવામાં આવશે.

Gujarat Rajkot Trending

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સિરો સર્વેલન્સની કામગીરી ચાલુ કરી છે, જેમાં રાજકોટના અલગઅલગ ૫૭ વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. આ દરેક વિસ્તારમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવશે જેમાં ૫ થી ૯ વર્ષ ના ૪, ૧૦ થી ૧૮ વર્ષ ના ૮ અને ૧૮ વર્ષ થી ઉપરના ૧૨ પુરુષ તેમજ ૧૨ સ્ત્રી ના સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ૪ દિવસ માં પૂર્ણ થશે અને ૪ દિવસના અંતે કુલ ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે.

50 કલસ્ટરમાંથી જુદી જુદી 26 ટીમ સર્વેમાં જોડાઇ છે. શહેરના કુલ  ૧૮૦૦ લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. આ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સફર, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધાશે. લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી માટે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે. સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્ય કર્મીઓનો રાખવામાં આવ્યા છે. દરેક ટીમ દ્વારા 36 બ્લડના સેમ્પલ લેવામાં આવશે.

સીરો સર્વે આ રીતે હાથ ધરવામાં આવે છે

આ સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી ઈન્જેક્શન મારફત 5 એમ.એલ લોહી લેવાતું હોય છે.

લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેમાં આઈજીજી કે આઈજીએમ નહીં પરંતુ, સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે.

જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે જે તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે.

 કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી.

આ સર્વે કરવાથી સંભવિત ત્રીજી લહેર આવે તો કેટલા ટકા વસ્તીને, ક્યાં વિસ્તારમાં, ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.