Accident/ પ્રયાગરાજ-ગોરખપુર સ્ટેટ હાઈવે પર કારનો ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના મોત

શનિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે ઝડપથી આવતી ઇર્ટિકા કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Top Stories India

પ્રયાગરાજ-ગોરખપુર રાજ્ય ધોરીમાર્ગ પર, ભગવાનપુર સ્થિત કલ્વર્ટ પાસે, શનિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે, ઝડપથી આવતી ઇર્ટિકા કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં  4 લોકોના મોત થયા છે, ઇજાગ્રસ્તન લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ,કુલ પાંચ લોકોના મોત થયા છે.

શહેરના સિધારી વિસ્તાર હેઠળના એકરામપુરના રહેવાસી શિવપ્રકાશ યાદવ પરિવાર સાથે માતા વિંધ્યવાસિનીના દર્શન કરવા ગયા હતા. કારમાં પિન્ટુ યાદવ, અનોખી અને બે મહિલાઓ હતી. પરત ફરતી વખતે ડ્રાઇવરે બાઇક સવારને બચાવવા માટે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, ત્યારબાદ કાર ડિવાઇડર સાથે અથડાતાં બાઇક પલટી ગઇ હતી.કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા હતા અને બાઇક ચાલકનું પણ મોત નિપજ્યું હતું પોલીસે અક્સમાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.