સુરત/ કરોડોનાં કેમિકલ ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ

ભરૂચના જંબુસર ખાતે આવેલ પી.આઈ.ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઇથર અને ઓક્ટોપુસી નામના કેમિકલ જથ્થો એક્ષપોર્ટ કરવામાં આવતો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 02T161541.087 કરોડોનાં કેમિકલ ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ

Surat News: સુરત ગ્રામ્ય એલ.સી.બીને મોટી સફળતા મળી હતી.વિદેશમાં એક્ષપોર્ટ કરવામાં આવતા કિંમતી એગ્રો કેમિકલ કન્ટેનરમાંથી કેમિકલ ચોરીનું મોટુ કૌભાંડ ઝડપાયું હતું.

ભરૂચના જંબુસર ખાતે આવેલ પી.આઈ.ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઇથર અને ઓક્ટોપુસી નામના કેમિકલ જથ્થો એક્ષપોર્ટ કરવામાં આવતો હતો.કંપનીએ 115 ટન એગ્રો કેમિકલનો જથ્થો દરિયાઈ માર્ગે જર્મની,યુ.એસ ખાતે મોકલ્યો હતો.વિદેશમાં મોકલવામાં આવેલ કન્ટેનરમાંથી કિંમતી કેમિકલ કાઢી ચોર ટોળકીએ રેતીનો જથ્થો ભરી મોકલી આપ્યો હતો.સમગ્ર ચોરીની ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવર સાથે મળી ચોર ટોળકીએ ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસે કુલ રૂ. 79.66 કરોડનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.ઉપરાંત LCBએ ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલી નાંખ્યો છે.હાલ પોલીસે મનીષ શર્મા, ચિરાગ બગડીયા નામના આરોપીને ઝડપી પાડ્યા છે.6 ટેન્કરચાલકોને વોન્ટેડ જાહેર કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 કરોડોનાં કેમિકલ ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા