fundamental rights/ ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો

મધ્યપ્રદેશમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે,તેમા એક મહિલાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી છે કે તે માતા બનવા માંગતી હોવાથી તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. માતા બનવું તેનો મૂળભૂત અધિકાર છે.

Top Stories India
YouTube Thumbnail 77 ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો

જબલપુરઃ મધ્યપ્રદેશમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે,તેમા એક મહિલાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી છે કે તે માતા બનવા માંગતી હોવાથી તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. માતા બનવું તેનો મૂળભૂત અધિકાર છે. હવે મૂળભૂત અધિકારની વાત આવતા કોર્ટ તરત જ સક્રિય થઈ અને હાઇકોર્ટે આ કેસમાં મહિલાની મેડિકલ તપાસની સૂચના આપી છે જેથી તે જાણી શકાય કે તે ગર્ભધારણ  કરી શકે છે કે નહીં.

મહિલાનો પતિ કેટલાક ગુનાહિત કેસમાં ઇન્દોર સેન્ટ્રલ જેલમાં બંધ છે.  અરજદાર મહિલાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં અરજી કરીને તેના પતિને 15થી 20 દિવસ માટે ઇન્દોર જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એક બાળક ઇચ્છે છે. તેણે કોર્ટમાં બાળક મેળવવાને તેનો ‘મૂળભૂત અધિકાર’ ગણાવ્યો છે.

કેસની સુનાવણી કરતા જસ્ટિસ વિવેક અગ્રવાલની ખંડપીઠે જબલપુર મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવી મહિલા ગર્ભધારણ કરવા શારીરીક રીતે યોગ્ય છે કે નહી તેની ચકાસણી કરવાનોનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. કોર્ટે મહિલા અરજદારને સાત નવેમ્બરે જબલપુર મેડિકલ કોલેજના ડી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

અરજદાર મહિલાએ તેની અરજીના સમર્થનમાં રેખા વિ. રાજસ્થાન સરકારના 2022ના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને ટાંક્યો હતો. આ કેસમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે બાળકી હોવાના લીધે આજીવન કેદની સજા પામેલા કેદીને 15 દિવસની પેરોલ આપી હતી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે મહિલાની અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેની મેનોપોઝની ઉંમર વટાવી ગઈ છે. તેથી તે કુદરતી અથવા કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગર્ભધારણ કરે તેવી કોઈ સંભાવના નથી.

બંને પક્ષોને સાંભળ્યા પછી જસ્ટિસ વિવેક અગ્રવાલે જબલપુર મેડિકલ કોલેજના ડીનને પાંચ ડોક્ટરોની એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો. તેમાથી ત્રણ ગાયનેકોલોજિસ્ટસ છે, એક મનોચિકિત્સક છે અને અન્ય એન્ડોક્રિનોલોજિસ્ટ છે. આ પિટિશનર મહિલાની તપાસ કરશે અને તે ગર્ભધારણ કરી શકશે કે નહી તે જોઈને 15 દિવસમાં તેનો અહેવાલ આપશે.

બંને પક્ષોને સાંભળ્યા પછી જસ્ટિસ વિવેક અગ્રવાલે જબલપુર મેડિકલ કોલેજના ડીનને પાંચ ડૉક્ટરોની એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો, જેમાંથી ત્રણ ગાયનેકોલોજિસ્ટ છે, એક મનોચિકિત્સક છે અને બીજો એન્ડોક્રિનોલોજિસ્ટ છે. આ ટીમ પિટિશનર મહિલાની તપાસ કરશે અને જાણ કરશે કે તે ગર્ભ ધારણ કરી શકે છે કે કેમ. આ ટીમ 15 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.


whatsapp ad White Font big size 2 4 ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો


આ પણ વાંચોઃ વડોદરા/ સંસ્કારી નગરીમાં હોસ્પિટલે જ માનવતાની મજાક ઉડાવી, વૃધ્ધાને રોડ પર ફેંકી

આ પણ વાંચોઃ Accident Case/ દિલ્હીમાં યુવાન ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ, ‘લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ’

આ પણ વાંચોઃ IND Vs SL Live/ ભારત સામે શ્રીલંકાએ જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય