Not Set/ માસૂમ બાળકે મરતા પહેલા કહ્યુ ભગવાનનાં ઘરે કરીશ સૌની ફરિયાદ

બાળકોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેઓ જે જુએ છે, જે અનુભવ કરે છે તેને પૂર્વગ્રહ વિના કહી દે છે. એક રીતે તેઓ સત્ય કહે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઇ જગ્યાએ લડાઇ કે લડવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે બાળકો અને મહિલાઓને સૌથી વધુ અસર થાય છે. જે ઘટનાનો અમે ઉલ્લેખ કરવા […]

Top Stories World
maxresdefault 2 માસૂમ બાળકે મરતા પહેલા કહ્યુ ભગવાનનાં ઘરે કરીશ સૌની ફરિયાદ

બાળકોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેઓ જે જુએ છે, જે અનુભવ કરે છે તેને પૂર્વગ્રહ વિના કહી દે છે. એક રીતે તેઓ સત્ય કહે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઇ જગ્યાએ લડાઇ કે લડવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે બાળકો અને મહિલાઓને સૌથી વધુ અસર થાય છે. જે ઘટનાનો અમે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નહીં પણ વાસ્તવિકતા છે. આ એક બાળકની વાર્તા છે જે કોઈને પણ રડવા અને વિચારવા પર મજબૂર કરી દેશે કે આપણે સત્તા મેળવવા માટે નિર્દોષોની બલિ આપી શકીએ છીએ.

Image result for syrian boy says god

આ મામલો સીરિયાનો છે કે જ્યાં સરકાર બળવાખોરો સાથે લડી રહી છે. યુદ્ધ શક્તિની છે. પરંતુ શિકાર સામાન્ય લોકો બની રહ્યા છે. સીરિયામાં બોમ્બ હુમલામાં ત્રણ વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલનાં પલંગ પર મૃત્યુ સામે લડતા બાળકે જે કહ્યુ તે સાંભળી કોઇ પણ ચોંકી જશે. તેણે કહ્યુ કે, તે દરેકની ફરિયાદ કરશે, તે ભગવાનને બધું જ કહેશે.

Image result for syrian boy says god

રિચર્ડ એડમંડસને uprootedpalestinians.wordpress.com બ્લોગ પર બાળકની આખી વાર્તા સંભળાવી છે અને તેનુ એક ફોટો પણ મુક્યો છે. આ બોમ્બ હુમલામાં બાળક ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને આંતરિક બ્લીડિંગ થઇ હતી. પીડાથી કંટાળીને બાળકે કહ્યું કે તે પોતાનો આત્મા ભગવાનને અર્પણ કરશે. આટલું કહીને તેનો શ્વાસ બંધ થઇ ગયો હતો અને તેનું શરીર પલંગ પર પડી ગયું હતું અને તે એક અનંત યાત્રાએ નીકળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.