Not Set/ ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર તૂટી કોક્પીટ ની બારી, કો-પાયલોટ લટક્યો વિમાન બહાર

ચીન માં શિચુઆન એરલાઇન્સના વિમાન ૩યુ૮૬૩૩, ચોન્ગ્ક્યુંન્ગ થી લ્હાસા જવા માટે ઉડ્યું હતું. વીમાન ઉડ્યા ના એક જ કલાક ની અંદર કોક્પીટ ની બારી તૂટી ગઈ હતી. જેનાથી વિમાનનો કો-પાયલોટ, વિમાનની બહાર લટકવાની સ્થિતિમાં આવી ગયો. આ ઘટના ઘટી એ સમયે વિમાન ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર હતું. તેમ છતાં પાયલોટ લિયુ શુઆનજિઆન એ […]

World Trending
china plane a8m ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર તૂટી કોક્પીટ ની બારી, કો-પાયલોટ લટક્યો વિમાન બહાર

ચીન માં શિચુઆન એરલાઇન્સના વિમાન ૩યુ૮૬૩૩, ચોન્ગ્ક્યુંન્ગ થી લ્હાસા જવા માટે ઉડ્યું હતું. વીમાન ઉડ્યા ના એક જ કલાક ની અંદર કોક્પીટ ની બારી તૂટી ગઈ હતી. જેનાથી વિમાનનો કો-પાયલોટ, વિમાનની બહાર લટકવાની સ્થિતિમાં આવી ગયો. આ ઘટના ઘટી એ સમયે વિમાન ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર હતું. તેમ છતાં પાયલોટ લિયુ શુઆનજિઆન એ વિમાન અને બધા યાત્રિકો ને જમીન પર સુરક્ષિત રીતે ઉતાર્યા હતા.

q 69 hapkuvk4031644 1 ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર તૂટી કોક્પીટ ની બારી, કો-પાયલોટ લટક્યો વિમાન બહાર

 

બારી તૂટી જવાથી વિમાનની અંદરનું તાપમાન -૪૦ ડીગ્રી સુધી પહોચી ગયું હતું અને હવા ના કારણે વિમાનની અંદરનો ખાવા-પીવાનો સમાન આમ-તેમ ઉડવા માંડ્યો હતો, તેમજ યાત્રીઓમાં પણ અફરા-તફરી નો માહોલ થઇ ગયો હતો. તમને જણાવી દઈએ કે પાયલોટે જાહેરાત કરી હતી કે “ગભરાશો નહી, અમે સ્થિતિ સંભાળી લઈશું.”  અને ત્યારબાદ ૨૦ મિનીટ માં જ વિમાન નું સફળ લેન્ડીંગ કરાવાયું હતું.

22af5d6a 5725 11e8 a7d9 ૩૨ હજાર ફૂટ ની ઉંચાઈ પર તૂટી કોક્પીટ ની બારી, કો-પાયલોટ લટક્યો વિમાન બહાર

પાયલોટ લિયુ એ જણાવ્યું કે “ત્યાર પછી મે એર ટ્રાફિક કંટ્રોલ ને સુચના આપી અને તેમના નિર્દેશોનું અનુસરણ કર્યું. જેના કારણે જ અમે જમીન પર સુરક્ષિત ઉતરી શક્યા હતા. હું આ રૂટ પર ૧૦૦ થી વધુ વખત વિમાન ઉડાવી ચુક્યો છું, જેનો મને ફાયદો મળ્યો હતો.”