Not Set/ આ દેશે કાશ્મીરના વિકાસ માટે ભારત સાથે કરી મોટી ડીલ

દુબઈ સરકાર અને જમ્મુ -કાશ્મીર સરકારે એક કરાર કર્યો છે, જે કેન્દ્રશાસિત પ્રદેશને ઔદ્યોગિકરણ અને વિકાસમાં નવી ઉંચાઈઓ સર કરવામાં મદદ કરશે

Top Stories World
kasmir આ દેશે કાશ્મીરના વિકાસ માટે ભારત સાથે કરી મોટી ડીલ

જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં દુબઈ પણ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે દુબઈ સાથે એક મહત્વનો કરાર કર્યો છે. જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું છે કે દુબઈ સરકાર અને જમ્મુ -કાશ્મીર સરકારે એક કરાર કર્યો છે, જે કેન્દ્રશાસિત પ્રદેશને ઔદ્યોગિકરણ અને વિકાસમાં નવી ઉંચાઈઓ સર કરવામાં મદદ કરશે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો, ખાસ કરીને બિન-મુસ્લિમોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

દુબઇ તરફથી જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથેનો આ કરાર આ ક્ષેત્રમાં વિદેશી સરકાર દ્વારા પ્રથમ રોકાણ કરાર છે (કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી). સરકારે જણાવ્યું હતું કે દુબઇ સાથે કરાર  ઔદ્યોગિક ઉદ્યાનો, આઇટી ટાવર્સ, બહુ ઉદેીય ટાવર, લોજિસ્ટિક્સ કેન્દ્રો, મેડિકલ કોલેજ અને સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરશે.

કરાર અંગે મીડિયા સાથે વાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંઘાએ કહ્યું, ‘કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ -કાશ્મીરની વિકાસ યાત્રા માટે આજનો દિવસ મહત્વનો છે. જમ્મુ -કાશ્મીરના અભૂતપૂર્વ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર. આ કરાર આત્મનિર્ભર જમ્મુ અને કાશ્મીરના નિર્માણ માટે અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

સુત્રોના જણાવ્યાં અનુસાર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુબઈની વિવિધ સંસ્થાઓએ કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ ઘાટીમાં ઘણા બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે.