નેશનલ હેરાલ્ડ કેસ/ સોનિયા ગાંધીને નવું સમન્સ જારી,હવે આ તારીખે ફરી કરવામાં આવશે પુછપરછ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા અને EDએ તેમની લગભગ અઢી કલાક પૂછપરછ કરી હતી

Top Stories India
1 222 સોનિયા ગાંધીને નવું સમન્સ જારી,હવે આ તારીખે ફરી કરવામાં આવશે પુછપરછ

નેશનલ  હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોનિયા ગાંધીની પૂછપરછ માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં સામેલ થવા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને હવે 25 જુલાઈના બદલે હવે 26 જુલાઈએ બોલાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા અને EDએ તેમની લગભગ અઢી કલાક પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત હતી. 75 વર્ષીય સોનિયા ગાંધી બપોરે લગભગ 12 વાગ્યે તપાસ એજન્સીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીને મળવા બે વખત પૂછપરછ રૂમમાં ગયા હતા.

ગુરુવારે સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં EDની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ EDની આ કાર્યવાહીને મોદી સરકાર વતી જોડતા કહ્યું કે આ બદલાની કાર્યવાહી છે.અગાઉ આ જ કેસમાં EDએ રાહુલ ગાંધીની લગભગ 50 કલાક (અલગ-અલગ દિવસે) પૂછપરછ કરી હતી. કોંગ્રેસે રાહુલના સવાલનો વિરોધ કર્યો હતો અને તે દરમિયાન કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી.