Not Set/ કોંગ્રેસ નેતાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, અનેક નેતાઓ થયા હોમ ક્વોરન્ટાઇન

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ માટે સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તાજા જાણકારી મુજબ પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. કહી શકાય કે, કોંગ્રેસ નેતાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થયો હોવાનુ સામે […]

India
08d8f5ad41c565841c794add3d02e7c8 1 કોંગ્રેસ નેતાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, અનેક નેતાઓ થયા હોમ ક્વોરન્ટાઇન

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ માટે સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તાજા જાણકારી મુજબ પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. કહી શકાય કે, કોંગ્રેસ નેતાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થયો હોવાનુ સામે આવ્યુ હતુ. જે બાદ ચેતન રાવલને પણ કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉપરાંત સિદ્ધાર્થ પટેલ સહિત અન્ય નેતા પણ ક્વોરન્ટાઇન થયા છે. આપને જણાવી દઇએ કે, ચેતન રાવલ શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની અચાનક તબિયત બગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદથી તેમની વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.