Not Set/ મહેબુબા સરકારથી અલગ થવા પાછળ બીજેપીએ ગણાવ્યા આ પાંચ કારણ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને PDP ગઠબંધનની સરકારમાં તિરાડ પડી ગઈ છે. રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ છે કારણો. ઓપરેશન ઓલઆઉટ પર સહયોગ નહીં. લોકસભાની ચુંટણી 2019માં પીડીપીથી સંબધ પર ભાજપને નુકશાનનો ખતરો. રમઝાનમાં સીઝફાયર પર મતભેદ. પથ્થરબાજો […]

Top Stories India
Modi MehboobaMufti ani મહેબુબા સરકારથી અલગ થવા પાછળ બીજેપીએ ગણાવ્યા આ પાંચ કારણ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને PDP ગઠબંધનની સરકારમાં તિરાડ પડી ગઈ છે. રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ છે કારણો.

ઓપરેશન ઓલઆઉટ પર સહયોગ નહીં.

લોકસભાની ચુંટણી 2019માં પીડીપીથી સંબધ પર ભાજપને નુકશાનનો ખતરો.

રમઝાનમાં સીઝફાયર પર મતભેદ.

પથ્થરબાજો પર કોઈ કડક પગલા નહી.

સેનાના ઓપરેશન પર મતભેદ.

જોવા જઈએ તો રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની બગડતી હાલતના લીધે પાર્ટીએ આ નિર્ણય લીધો. પીડીપી ઈચ્છતી હતી કે આ સીઝફાયરને આગળ વધારવા અને હુર્રિયત સાથે વાતચીત થાય. પરંતુ બીજેપીએ આમાં સહયોગ નહીં કર્યો.

જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેચવાના નિર્ણય બાદ બીજેપી નેતા અને રાજ્યના પ્રભારી રામ માધવે જણાવ્યું, “અમારા દ્વારા ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર સરકારના ત્રણ વર્ષના કામકાજ તેમજ તમામ એજન્સીઓ સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આ નક્કી થયું છે કે, ભાજપ પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “ત્રણ વર્ષ પહેલા જે જનાદેશ આવ્યો હતો, ત્યારે એવી પરિસ્થિતિઓ હતી જેના કારણે આ ગઠબંધન શક્ય બન્યું હતું. પરંતુ હાલની જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે તે જોતા PDP સાથે ગઠબંધનમાં આગળ વધવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.