Not Set/ યુવતીએ મુસ્લિમ ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસેથી સેવા લેવાની કહી ના: જાણો પછી શું થયું

લખનઉ, લખનઉ નિવાસી એક યુવતીએ કરેલા ટ્વીટના કારણે સોશિયલ મિડિયા પર વિવાદ છેડાયો છે. યુવતીએ એરટેલને ટ્વીટ કર્યું કે તેઓ એના ઘરે હિંદુ કસ્ટમર કેર પ્રતિનિધિ મોકલે કારણ કે મુસ્લિમ પ્રતિનિધિ પાસેથી તેણી સેવા નહિ લઇ શકે. આટલુજ નહિ, યુવતીએ મુસ્લિમ પ્રતિનિધિનું નામ લઈને કહ્યું કે મને તમારા કામ પર ભરોસો નથી. જાણકારી મુજબ લખનઉની […]

Top Stories India
159915505 061918083436 યુવતીએ મુસ્લિમ ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસેથી સેવા લેવાની કહી ના: જાણો પછી શું થયું

લખનઉ,

લખનઉ નિવાસી એક યુવતીએ કરેલા ટ્વીટના કારણે સોશિયલ મિડિયા પર વિવાદ છેડાયો છે. યુવતીએ એરટેલને ટ્વીટ કર્યું કે તેઓ એના ઘરે હિંદુ કસ્ટમર કેર પ્રતિનિધિ મોકલે કારણ કે મુસ્લિમ પ્રતિનિધિ પાસેથી તેણી સેવા નહિ લઇ શકે. આટલુજ નહિ, યુવતીએ મુસ્લિમ પ્રતિનિધિનું નામ લઈને કહ્યું કે મને તમારા કામ પર ભરોસો નથી.

airte56 061918090106 1 યુવતીએ મુસ્લિમ ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસેથી સેવા લેવાની કહી ના: જાણો પછી શું થયું

જાણકારી મુજબ લખનઉની પૂજા સિંહના ઘરે એરટેલ ડીજીટલ ટીવીનું કનેક્શન છે. કનેક્શનમાં કઈક સમસ્યા હોવાના કારણે તેણીએ કંપની કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. આ માટે કંપનીએ શોએબ નામના સર્વિસ એન્જીનીયરની પસંદગી કરવામાં આવી હતી. આની જાણ થતા જ પૂજાએ વિવાદિત ટ્વીટ કર્યું હતું. તેણીએ કહ્યું કે શોએબ મુસ્લિમ છે અને મને મુસ્લીમોના કામકાજની નૈતિકતા પર ભરોસો નથી, કારણ કે કુરાનમાં ગ્રાહક સેવાનો અર્થ અલગ હોય શકે છે. એટલે મારા ઘરે હિંદુ પ્રતીનીધીજ મોકલવામાં આવે.

પૂજાએ આટલુ લખ્યું જ હતું કે સોશિયલ મિડિયા પર ઘમાસાન મચી ગયું હતું. લોકો ટ્વીટ કરીને યુવતી પર શાબ્દિક પ્રહાર કરવા લાગ્યા હતા. કોઈ એને કટ્ટરપંથી કહેવા લાગ્યા તો કોઈ એને મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપવા લાગ્યા હતા. આટલું જ નહિ ઘણાં લોકોએ પૂજાને અપશબ્દો પણ લખ્યા હતા.

https://twitter.com/pooja303singh/status/1008782324782297089

જોકે, એરટેલે જવાબમાં લખ્યું કે અમે અમારા ગ્રાહકો અને કર્મચારીઓ સાથે જાતી-ધર્મ ના નામ પર કોઈ પ્રકારનો ભેદભાવ કરતા નથી. કોલ સમયે જે કર્મચારી હાજર હોય છે, એને તરત જ જગ્યા પર મોકલવામાં આવે છે.

airtel1 061918085654 યુવતીએ મુસ્લિમ ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસેથી સેવા લેવાની કહી ના: જાણો પછી શું થયું

સોશિયલ મિડિયા પર વધતા વિવાદને જોઇને પૂજાએ ફરી ટ્વીટ કર્યું કે મારો પાછલો અનુભવ ખુબ ખરાબ રહ્યો હતો એટલે મે મુસ્લિમ પ્રતિનિધિ ના મોકલવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ લોકોએ જે રીતે મને અપશબ્દો કહી રહ્યા છે, એનો મને બિલકુલ અંદાજ ના હતો. આનાથી એ સાબિત થઇ ગયું કે હું સાચી હતી.