Not Set/ એક્ટર ઈન્દર કુમારની પત્નીએ શાહરૂખ અને કરણ જોહરની ખોલી પોલ, શેર કર્યો ચોકાવનારો કિસ્સો

ટીવીની દુનિયાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર અભિનેતા ઈન્દર કુમારનું વર્ષ 2017 માં કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેણે માસૂમ (1990) ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તે સીરીયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં મિહિરના નામથી વધુ પ્રખ્યાતિ મળી હતી. કોઈ પણ સપોર્ટ વિના તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી અને ચાહકોને સાબિત કરી […]

Uncategorized
ec8220e65def8529ffe10f218b36a339 એક્ટર ઈન્દર કુમારની પત્નીએ શાહરૂખ અને કરણ જોહરની ખોલી પોલ, શેર કર્યો ચોકાવનારો કિસ્સો

ટીવીની દુનિયાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર અભિનેતા ઈન્દર કુમારનું વર્ષ 2017 માં કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેણે માસૂમ (1990) ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તે સીરીયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં મિહિરના નામથી વધુ પ્રખ્યાતિ મળી હતી. કોઈ પણ સપોર્ટ વિના તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી અને ચાહકોને સાબિત કરી દીધું કે તે એક સારો પરફોર્મર છે. તાજેતરમાં, ઈન્દરની પત્નીએ કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદનો ભોગ બન્યો તે વિશે એક સ્ટોરી શેર કરી.

પલ્લવીએ પોસ્ટમાં લખ્યું કે, ‘આ દિવસોમાં દરેક વ્યક્તિ નેપોટિઝમ વિશે વાત કરી રહ્યા છે. નેપોટિઝમ, સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા પતિ સ્વર્ગસ્થ ઈન્દર કુમારે પણ ટેકો લીધા વિના ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી હતી. 90 ના દાયકામાં તે તેમની કારકીર્દિની ટોચ પર હતા. તે મૃત્યુ પામ્યા પહેલા મને યાદ છે કે તે ઉદ્યોગના બે મોટા લોકોને મળવા ગયા હતા, કારણ કે તે કામની શોધમાં હતા. ‘

પલ્લવી આગળ લખે છે કે ઈન્દર કરણ જોહરને મળ્યા ગયા હતા, હું પણ તેની સાથે ગઈ હતી. બધી વસ્તુઓ મારી સામે બની. કરણ જોહરે પહેલા અમને બહાર બે કલાક રાહ જોવડાવી, ત્યારબાદ તેની મેનેજર ગરીમા બહાર આવી અને કહ્યું કે કરણ વ્યસ્ત છે. અમારે હજુ પણ તેની અહ જોવી પડશે અને તે બહાર આવ્યા ત્યારે તેણે કહ્યું કે ઈન્દર તું ગરીમાના સંપર્કમાં રહેજે, હાલ તારા માટે કોઈ કામ નથી. અને ઈન્દરે તેની વાત સાંભળી. 15 દિવસ પછી, ઈન્દરે ફોન કર્યો અને ફરી ગરીમાને પૂછ્યું કે કંઇક જ જવાબ મળતો નહીં. ત્યારબાદ ઇન્દરને બ્લોક કરવામાં આવ્યા હતા.

પલ્લવી શાહરૂખ ખાન વિશે પણ આ જ વાત કહી છે અને કહે છે કે ઇન્દર જ્યારે ‘ઝીરો’ ફિલ્મના સેટ પર શાહરુખને મળવા ગયા હતા, ત્યારે તેણે પણ ઇન્દને તે જ જવાબ આપ્યો હતો જે કરણે આપ્યો હતો. તેણે તેના મેનેજરને પણ તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે શાહરૂખના મેનેજરે પૂજાને ફોન કર્યો ત્યારે તેણે ઈન્દરને કહ્યું કે કામ નથી.

પલ્લવી કહે છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવું મુશ્કેલ છે કારણ કે પ્રતિભાશાળી કલાકારોને કામ મળતું નથી. મોટા કલાકારો તેનથી ડરતા હોય છે કે તેઓએ તેનું સ્થાન લઇ નહીં લે ને. નેપોટિઝમ બંધ થવું જોઈએ અને સરકારે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.