Republic day/ દુશ્મનોને ધ્રુજાવતી ભારતની આ મિસાઈલ અંગે જાણો…

DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી ASAT મિસાઈલ વ્યૂહાત્મક રીતે જોવામાં આવે તો દેશની સરહદ પર કોઈ નજર કરી નહીં શકે. આવી મિસાઈલો ભારત સિવાય અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન પાસે છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 12T162443.678 દુશ્મનોને ધ્રુજાવતી ભારતની આ મિસાઈલ અંગે જાણો...

New Delhi News :  26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હી ખાતે પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં ત્રણેય સેના પોતાના લશ્કર, આધુનિક શસ્ત્રો, તોપો વગેરેનું પ્રદર્શન કરે છે. આ વર્ષે કર્તવ્ય પથ પર હથિયારોની સાથે આ મિસાઈલોનું પણ ખાસ આકર્ષણ જોવા મળશે. જેમાં 2 મુખ્ય મિસાઈલો છે- ASAT, અગ્નિ-5.

WhatsApp Image 2024 01 12 at 4.29.22 PM દુશ્મનોને ધ્રુજાવતી ભારતની આ મિસાઈલ અંગે જાણો...

જાણો આ મિસાઈલોની ખાસિયતો, જે દેશને બનાવે છે વધુ સક્ષમ

ASAT મિસાઈલ – એન્ટી સેટેલાઈટ વેપન જે શક્તિ નામથી ઓળખાય છે. આ મિસાઈલ મિનિટોની અંદર કોઈ પણ ઉપગ્રહને શોધી વિનાશ કરી શકે છે. તેની ઝડપ 8 કિલોમીટર પ્રતિ સેકંડની છે. તેનું સફળ પરીક્ષણ 27 માર્ચ, 2019ના દિવસે કરાયું હતું. તે સાથે જ ભારત વિશ્વના 4 શક્તિશાળી દેશોમાં સ્થાન મેળવી લીધુ. આ પહેલા અમેરિકા, રશિયા, ચીન પાસે આ પ્રકારની મિસાઈલો છે. અવકાશમાં દુશ્મન દેશના સેટેલાઈટ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તે દરમિયાન 300 કિમી દૂર પૃથ્વીની નીચલી કક્ષામાં સેટેલાઈટને તોડી પાડવામાં સફળતા મળી હતી.

WhatsApp Image 2024 01 12 at 4.27.33 PM દુશ્મનોને ધ્રુજાવતી ભારતની આ મિસાઈલ અંગે જાણો...

DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી ASAT મિસાઈલ વ્યૂહાત્મક રીતે જોવામાં આવે તો દેશની સરહદ પર કોઈ નજર કરી નહીં શકે. યુદ્ધ દરમિયાન સેટેલાઈટને જામ(બંધ કરી દેવું) કરી શકાશે. દુશ્મન દેશના સેટેલાઈટ તોડી પાડી શકે છે.

WhatsApp Image 2024 01 12 at 4.25.49 PM દુશ્મનોને ધ્રુજાવતી ભારતની આ મિસાઈલ અંગે જાણો...

અગ્નિ – 5 – ઘાતક મિસાઈલ તરીકે ઓળખાતી અગ્નિ – 5 બેલિસ્ટિક મિસાઈલ છે. જે 5000 કિમીથી વધુના લક્ષ્યને ભેદી શકવા સક્ષમ છે. 1360 કિલોગ્રામ વજનના હથિયાર લઈ જવા અને વજનમાં હલકી મિસાઈલ પડોશી દેશોને યુદ્ધમાં નારાજ કરવાની ક્ષમતા ધરાવે છે. DRDOએ લાંબા અંતરની પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલોની 5મી મિસાઈલ છે.

સૌ પ્રથમવાર તેનું પરીક્ષણ 2012માં કરાયું હતું. ત્યારબાદ વર્ષ 2013, 2015, 2016, 2018, 2021માં કરવામાં આવ્યું હતું. અચૂક નિશાન ધરાવતી મિસાઈલની એક ખાસિયત પણ છે કે તેને સબમરીનમાંથી પણ લૉન્ચ કરી શકાય છે. એક દ્વીપથી બીજા દ્વીપ પર પ્રહાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

આવી મિસાઈલો ભારત સિવાય અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન પાસે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

આ પણ વાંચો: ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા