USA President/ બાઈડેનના વિમાનમાંથી ચોરી કરતો અમેરિકન પત્રકાર ઝડપાયો

કિંમતી સામાનની ચોરી કરતા ચેતવણી જાહેર કરવામાં આવી

Top Stories World
Beginners guide to 2024 04 04T171527.828 બાઈડેનના વિમાનમાંથી ચોરી કરતો અમેરિકન પત્રકાર ઝડપાયો

 

World News : અમેરિકા માટે શરમજનક સ્થિતી પેદા થઈ છે. જેને કારણે તેમની હાલત આંતરરાષ્ટ્રીય સ્તરે થુ થુ થઈ રહી છે. આ સંજોગો બાબતે કોઈ બીજા નહી પણ અમેરિકાના પત્રકાર કહી રહ્યા છે. કારણકે આ અમેરિકન પત્રકાર પર ચોરીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ કોઈ અન્યએ નહી પણ વ્હાઈટ હાઊસે લગાવ્યો છે. (અમેરિકન જર્નાલિસ્ટ્સ સ્ટીલ ચોકોલેટ ફ્રોમ પ્રેસિડેન્ટ્સ પ્લેન) આ માટે વ્હાઈટ હાઉસે આ પક્ત્રકારો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

બીજીતરફ વ્હાઈટ હાઉસનું કહેવું છે કે અમેરિકન પત્રકાર રાષ્ટ્રપતિ જો બાઈડેનના એરફોર્સ વન પ્લેનમાંથી કિંમતી સામાન ચોરી થઈ રહ્યો છે અને આ ચોરી એકાદ વાર નહી પણ ઘણાં લાંબા સમયથી થઈ રહી હતી.

અમેરિકાના એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનના રિપોર્ટ મુજબ ગયા મહિને વ્હાઈટ હાઉસ કોરસપોન્ડ્ન્ટ્સ એસોસિએશને પોતાના સભ્યોને એક મેઈલ મોકલ્યો હતો. જેમાં વ્હાઈટ હાઉસે વિમાનના પ્રેસ કેબિનમાંથી ગાયબ થયેલી ચીજોને કારણે ચેતવણી જાહેર કરી હતી. મેઈલમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિના વિમાનમાંથી કેટલીક ચીજો પત્રકાર ચુપચાપ લઈ જાય છે અને એવું નથી કે આ વાતની કોઈને ગંધ નથી આવી. મેઈલમાં લખ્યું છે કે આઈ નો વોટ યુ ડીડ લાસ્ટ સમર. એટલેકે તેમને ખબર છે કે તમે (પત્રકારોએ)  ગયા વર્ષે શુ કર્યું હતું.

રિપોર્ટ મુજબ ચેતવણી પ્રેસ પૂલના સભ્યો માટે જાહેર કરવામાં આવી છે. પ્રેસ પૂલ એવા પત્રકારોને કહેવાય છે કે જે રાષ્ટ્રપતિ સાથે તેમના એરફોર્સ વન પ્લેનમાં મુસાફરી કરે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે તેઓ પ્રેસ પૂલના સભ્યો વિમાનમાંથી રાષ્ટ્રપતિ સાથે મુસાફરીમાં રાખેલા સામાનની ચોરી કરે છે. જેમાં કિંમતી ચોકલેટ, વાઈન, ચમચીઓ, પ્લેટ, કટલરી જેવો સામાન હોય છે. આ તમામ ચીજો પર પ્રેસિડેન્ટ ઓફ યુએસએ નો સિક્કો પણ લગાવેલો હોય છે. તેમછત્તા તેમનો સામાન સતત ગાયબ થઈ રહ્યો છે.

પ્રેસ પૂલના લોકો જ્યારે વિમાનમાંથી ઉતરે છે ત્યારે તેમની બેગમાંથી ખખડવાનો અવાજ આવે છે જે કટલરીના સામાનનો અવાજ હોય છે. વ્હાઈટ હાઉસનું કવરેજ કરનારા એક પૂર્વ પત્રકારેથોડા મહિના પહેલા ડિનર પાર્ટી બોલાવી હતી. જેમાં કેટલાય કિંમતી વાસણોમાં ભોજન પિરસવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે આ વાસણો પર એરફોર્સના માર્કિંગ હતા. તેમછત્તા ચોરેલી ચીજોનું આ પ્રકારે ખુલેઆમ પ્રદર્શન પણ કરતા હતા અને તેમને આ વાતથી કોઈ પરેશાન પણ ન હતી.

રાષ્ટ્રપતિના સામાનની ચોરી કરવી અમેરિકન પત્રકારો કોઈ મોટી વાત નથી સમજતા અને તેને ખોટી પણ કહેતા નથી. આ બાબતે વ્હાઈટ હાઉસના સંવાદદાતા મીશા કોમાદોવ્સ્કીએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિનો સામાન લેવો કોઈ ખોટી વાત નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને જે સામાન મળે છે તે મામુલી જ હોય છે બસ તેના પર તેમની સહી હોય છે. જેને તે સામાન્યથી ખાસ બનાવી દે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાઈવાનમાં આવેલ ભૂંકપમાં 3થી વધુના મોત, 50થી વધુ ગંભીરપણે ઇજાગ્રસ્ત, રેસ્કયુ ઓપરેશન જારી

આ પણ વાંચો:તાઇવાનમાં તબાહી જ તબાહી, જુઓ એક ક્લીકમાં

આ પણ વાંચો:ઇઝરાયેલ PM નેતાન્યાહુ ‘યુદ્ધમાં નિર્દોષ દંડાય છે, NGO કાર્યકરોનું મૃત્યુ દુઃખદ, સ્વતંત્ર તપાસની આપી ખાતરી’