PM Narendra Modi News/ ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું છે? મોદીએ પારસીઓનું ઉદાહરણ આપીને કહી મોટી વાત

2024ની લોકસભા ચૂંટણી પહેલા PM મોદીએ મુસ્લિમોની સ્થિતિ, ભારતના આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 

Top Stories India
મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે 10 વર્ષ પહેલા જે લોકોની આશા અપેક્ષાઓ હતી એ અત્યારે ખુબ જ અલગ છે. આ સાથે તેમને કહ્યું કે લોકોને એ ખ્યાલ જ છે કે આપણો દેશ ઉડાન ભરી રહ્યો છે, લોકો ઈચ્છે છે કે આ ઉડાન ઝડપથી આગળ વધે અને તો તે માટે બેસ્ટ પાર્ટી હાજર છે અને તેમને જ અહિયાં સુધી ની સફર તય કરી છે. ત્યારબાદ પીએમને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં મોદીએ પારસી સમુદાયની આર્થિક સફળતા તરફ આંગળી ચીંધી.

મુસ્લિમો પર પારસીઓનું ઉદાહરણ

વાસ્તવમાં ભાજપના શાસનમાં મુસલમાનોને લઈને અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણની વાતો થઈ રહી છે. પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. જ્યારે ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો.

દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.

આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતના 90 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. 73 વર્ષના લોકપ્રિય નેતા મોદી અને બીજેપીના સમર્થકો એમ કહીને જીતનો દાવો કરી રહ્યા છે કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે અને લાખો લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે.

ઇકો સિસ્ટમ છે, રોજેરોજ આક્ષેપો થાય છે

પીએમ મોદી પર રાજકીય વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આરોપ છે. કોંગ્રેસનું કહેવું છે કે લોકશાહી ખતરામાં છે. ઈન્ટરવ્યુમાં જ્યારે વિરોધીઓ સામે કાર્યવાહીનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મોદીએ કહ્યું કે એક સંપૂર્ણ ઈકો સિસ્ટમ છે જે આપણા દેશમાં વર્તમાન સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તંત્રીલેખ, ટીવી ચેનલો, સોશિયલ મીડિયા, વીડિયો દ્વારા દરરોજ આપણા પર આ આરોપો લગાવે છે. ટ્વીટ વગેરે મુકવા માટે કરી રહી છે. તેમણે કહ્યું. “તેમને આમ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય લોકોને તથ્યો સાથે જવાબ આપવાનો સમાન અધિકાર છે,” .

બહારના લોકોએ ભારતને ઓછું આંક્યું

મોદીએ વધુમાં કહ્યું કે બહારના લોકોનો લાંબો ઈતિહાસ છે જેઓ ભારતને ઓછો આંકે છે. PMએ કહ્યું, ‘જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે દેશ છોડીને ચાલ્યા ગયેલા અંગ્રેજોએ દેશના ભવિષ્ય વિશે ખતરનાક ભવિષ્યવાણીઓ કરી હતી. પરંતુ અમે જોયું છે કે તે આગાહીઓ અને ધારણાઓ બધી ખોટી સાબિત થઈ. મોદીએ વધુમાં કહ્યું કે, આજની જેમ તેમની સરકાર પર શંકા કરનારાઓ પણ ખોટા સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: