Political/ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભાજપને હરાવવા માટે સમાજવાદી પાર્ટી અને મહાગઠબંધને અપનાવી આ રણનીતિ,જાણો

લોકસભાની તૈયારીઓમાં તમામ રાજકિય પાર્ટીઓ લાગી ગઇ છે, ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો જ્ઞાતિ આધારિત રાજકારણ સક્રીય થયું છે

Top Stories India
strategy

strategy:  લોકસભાની તૈયારીઓમાં તમામ રાજકિય પાર્ટીઓ લાગી ગઇ છે, ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો જ્ઞાતિ આધારિત રાજકારણ સક્રીય થયું છે.ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓ રણનીતિ અપનાવી રહી છે. યુપીમાં સમાજવાદી પાર્ટી અને બિહારમાં મહાગઠબંધન પક્ષો જ્ઞાતિ એકત્રીકરણ કરતા જોવા મળે છે. હિન્દુત્વના એજન્ડાને ખાળવા માટે હવે ફોરવર્ડ વર્સીસ બેકવર્ડના નારા લગાવવામાં આવી રહ્યા છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં બંધારણ અને સમાનતાની વાતો એકસાથે થઈ રહી છે. આની પાછળ મંડલની રાજનીતિ છે જેણે 1990 થી 2014 સુધી આ રાજ્યોમાં લાલુ-નીતીશ-મુલાયમ અને માયાવતી જેવા ક્ષત્રપને સત્તા આપી. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે જગદેવ બાબુનું સૂત્ર છે, ‘100માંથી 90 શોષિત છે અને 90 ભાગ અમારો છે’ અને આજે તેમની જન્મજયંતિ પર તેનું પુનરાવર્તન થયું છે. તે સામાજિક ન્યાયની વાત કરે છે, બંધારણમાં દરેકને સમાન અધિકાર છે અને દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.

2014માં ભાજપે વિકાસ, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વનું એવું રાજકીય સમીકરણ ઊભું કર્યું કે જાતિના અવરોધો તોડી નાખ્યા. આનાથી પ્રાદેશિક પાર્ટીઓ  નબળી પડી. હવે રેટરિક દ્વારા એ જ  પછાત રાજકારણને મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિહારની વસ્તીમાં, ઉચ્ચ જાતિના મતો 14.5%, OBC 31%, સૌથી પછાત 21%, દલિત 16% અને અન્ય 17.5% છે. તેથી જ તેજસ્વી બિહારમાં 90 વિરુદ્ધ 10ની વાત કરી રહ્યા છે. જયારે યુપીમાં, ઉચ્ચ જાતિના મત 19%, OBC 43%, દલિત 21% અને અન્ય 17% છે. યુપીમાં ઓબીસી મતદાર સમાજવાદી પાર્ટીના મુખ્ય મતદાર રહ્યા છે, પરંતુ યાદવોને બાદ કરતાં ભાજપે અન્ય ઓબીસી મતદારોને જોડ્યા છે. તેથી જ સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનનો વિરોધ થયા બાદ પણ અખિલેશે તેમને પાર્ટીમાં પ્રમોટ કર્યા અને આ પ્રમોશન બાદ મૌર્ય તેમના એજન્ડાને આગળ લઈ રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જે લોકો અહીં ધર્મના ઠેકેદાર બનીને બેઠા છે તેઓ શુદ્રો, મહિલાઓ, આદિવાસીઓ અને પછાત લોકોનું અપમાન કરે છે. કેટલાક લોકો શુદ્રો, સ્ત્રીઓ, આદિવાસીઓ અને પછાત જાતિઓ સાથે ભેદભાવ કરવાને પોતાનો ધર્મ માને છે. ભાજપ પણ આવા લોકોની સાથે ઉભી છે.

Ayodhya/રામજન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી, તમામ પોલીસ સ્ટેશનોની પોલીસને એલર્ટ કરાયા

Baba Ramdev/નમાઝ પછી ગમે તે કરો, હિંદુ છોકરીઓને ઉપાડો કે જેહાદના નામે આતંકવાદી બનો: બાબા રામદેવ