Not Set/ નવાજ શરીફના કાબુલનામા પર બોલ્યા રક્ષામંત્રી- ભારત પોતાના વલણ પર કાયમ

  2008 ના મુંબઈ હુમલા ને પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી અમલ દેવા પર પાકિસ્તાનની સ્વીકૃતિ બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારામને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને જણાવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ ગંભીર ખુલાસાઓ કર્યા છે. રક્ષામંત્રીએ કહ્યું છે કે ભારત પોતાના વલણ પર કાયમ છે. પાકિસ્તાનથી દસ આતંકી આવ્યા હતા આ મામલામાં સંપૂર્ણ તપાસ થઇ છે. સબુત […]

Top Stories India Trending
nirmala sitharam pti નવાજ શરીફના કાબુલનામા પર બોલ્યા રક્ષામંત્રી- ભારત પોતાના વલણ પર કાયમ

 

2008 ના મુંબઈ હુમલા ને પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી અમલ દેવા પર પાકિસ્તાનની સ્વીકૃતિ બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારામને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને જણાવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ ગંભીર ખુલાસાઓ કર્યા છે. રક્ષામંત્રીએ કહ્યું છે કે ભારત પોતાના વલણ પર કાયમ છે. પાકિસ્તાનથી દસ આતંકી આવ્યા હતા આ મામલામાં સંપૂર્ણ તપાસ થઇ છે. સબુત આપવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે નવાજ શરીફે ડોન સમાચારપત્રને આપેલા અહેવાલમાં કહ્યું હતું કે 2008 ના મુંબઈ હુમલાને પાકિસ્તાની આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસી ગયા હતા અને 166 ભારતીઓ અને વિદેશીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. શરીફે જણાવ્યું હતું કે,

પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે.”

તેમને મુંબઈ હુમલામાં દસ આતંકવાદીઓની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,

“આનો જવાબ આપો કે, તેમને ‘અસામાજિક તત્વ’ કહીને, શું આપને તેમને સીમા પર કરવાની અને મુંબઈમાં 150 લોકોની હત્યા કરવાની પરવાનગી આપી શકીએ છીએ?”

શરીફે મુંબઈ હુમલામાં સાજીશકર્તાઓ તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, “આપણે શા માટે તેમના પર મુકદમો ચલાવી નથી શકતા?”